देश की बात, आपके शहर से
Indore22°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

વડોદરામાં MSUમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી

17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતોવિદ્યાર્થીનો પડવાનો અવાજ આવતા મિત્રનો પરિવાર અને સ્થાનિકો દોડી ગયાવિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ હતી.

Abhishek Raghuvanshi13 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતો
  • વિદ્યાર્થીનો પડવાનો અવાજ આવતા મિત્રનો પરિવાર અને સ્થાનિકો દોડી ગયા
  • વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં મિત્રના ઘરે આવી આપઘાત કરનાર સ્ટુડન્ટે કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રને મળે તે પહેલાં જ એપાર્ટમેન્ટ પરથી કૂદી ગયો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારે મોડી સાંજે તે ગોત્રી રોડ ઉપર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગમાં રહેતા મયુરના મિત્ર પરિવાર સહિત બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા.

तस्वीरों में खबर4 फोटो
ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતોમિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યુંમિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યુંવિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે

માતા અને ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો
શિવાલય હાઇટ્ર્સના પાંચમાં માળેથી મયુર શીર્ષદે પડતું મૂકતાની સાથે જ તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ચકચાર મચાવી મુકનાર આ બનાવની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ તેઓ દોડી આવ્યા હતા. જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રતિલાલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનો ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો અને બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો. છેલ્લે 6 વાગ્યા સુધી તેને મિત્રો સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી હતી.

સ્ટુડન્ટ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
હેડ કોન્સ્ટેબલ રતિલાલના જણાવ્યા પ્રમાણે ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં ફ્લોર ઉપરથી પડતું મૂકનાર મયરુ શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા દુબઇમાં છે. આ બનાવની જાણ પરિવારને કરવામાં આવતા માતા અને ભાઇ-બહેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં છેલ્લા દોઢ વર્ષમાં કિશોર-કિશોરીઓના આત્મહત્યાના કિસ્સા

  • 18-06-2020ના રોજ વડસર રોડ પર રહેતા 15 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 14-07-2020ના રોજ આજવા રોડ પરની જય યોગેશ્વર સોસાયટીમાં કિશોરે ગળેફાંસો ખાધો
  • 25-07-2020ના રોજ છાણી ઓમકારપુરામાં 16 વર્ષના કિશોરી ગળેફાંસો ખાધો
  • 14-09-2020ના રોજ દશરથ ગામમાં 14 વર્ષનો કિશોરે ગળેફાંસો ખાધો
  • 28-09-2020ના રોજ બગીખાના રાજરત્ન સોસાયટીમાં 13 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 29-09-2020ના રોજ સોમતાળવ વિસ્તારમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષના કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 24-10-2020ના રોજ ન્યુ વીઆઈપી રોડ પર 14 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 11-12-2020ના રોજ કલાલી વુડાના મકાનમાં રહેતા 16 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 09-01-2021ના રોજ તરસાલીમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાધો
  • 16-02-2021ના રોજ ગોત્રી વુડાના મકાનમાં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 17-02-2021ના રોજ સોમતાળવ વિસ્તારમાં રહેતા 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 05-04-2021ના રોજ કિશનવાડી વુડાના મકાનમાં રહેતી 18 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 23-04-2021ના રોજ બરાનપુરામાં 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 12-05-2021ના રોજ માંજલપુર સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાધો
  • 07-06-2021ના રોજ ગોત્રીમાં 15 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 08-06-2021ના રોજ સનફાર્મા રોડ પર રહેતા 16 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 25-06-2021ના રોજ બરાનપુરા જાસૂદ મહોલ્લામાંર રહેતી 19ના રોજ વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 28-06-2021ના રોજ વાઘોડિયા પર 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 14-10-2021ના રોજ માણેજા વુડાના મકાનમાં રહેતી 19 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 28-11-2021ના રોજ આજવા રોડ પર કમલાનગર નજીક એપાર્ટમેન્ટમાં 12 વર્ષના કિશોરે ગળે ફાંસો ખાધો
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑