રાજુલાના બર્બટાણા ગામમાં ચાલકે ટ્રેક્ટર સિંહની પાછળ દોડાવી હેરાન કર્યો, વન વિભાગે તપાસના આદેશ આપ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જોવા મળે છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાઇરલ વીડિયો મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે.
વન વિભાગે તપાસના આદેશ આપ્યા
અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યો છે. એમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકતી નથી. ત્યારે વધુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ‘હું આ વીડિયો મામલે તપાસ કરવાનો છું.’

જાફરાબાદનો પણ વીડિયો સામે આવ્યો હતો
થોડા દિવસ પહેલાં જાફરાબાદના ફાસરિયા ગામનો વીડિયો પણ સોશિયલલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં વન વિભાગ દ્વારા એક કારચાલકને કાર સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले