રાજકોટમાં ન્યારી ડેમ પર ત્રણ શખસે ખુલ્લી જીપમાં સ્ટંટ કર્યા, જીપ ડેમની અંદર ડુબાડી નિયમોને નેવે મૂક્યા
રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. આવા સમયે આજી ડેમ અને ન્યારી ડેમનાં નવાં નીરને નિહાળવા લોકો ઊમટી રહ્યા છે, ત્યારે કેટલાંક તત્ત્વો ભીડને જોઇ સીનસપાટા કરવાની કુટેવ ધરાવતા હોય છે.
રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. આવા સમયે આજી ડેમ અને ન્યારી ડેમનાં નવાં નીરને નિહાળવા લોકો ઊમટી રહ્યા છે, ત્યારે કેટલાંક તત્ત્વો ભીડને જોઇ સીનસપાટા કરવાની કુટેવ ધરાવતા હોય છે. આવા જ કેટલાક શખસોએ ન્યારી ડેમ પર કરતૂત કર્યાં હતાં. તેમનાં કરતૂતો જોઇને લોકો ચોંકી ગયા હતા. ત્રણ શખસે પોતાના કબજાની જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એક જીપ ચલાવતો હતો, જ્યારે અન્ય બે જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ આ તત્ત્વોને શોધી તેને કાયદાનું ભાન કરાવશે કે કેમ એના પર મીટ મંડાઇ છે.
તંત્ર દ્વારા ડેમ નજીક ન જવાની સૂચના
નોંધનીય છે કે રાજકોટમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિનજરૂરી પ્રવાસ ટાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી છતાં આવારા તત્ત્વોને જાણે જોખમી સ્ટંટ કરવાનું ઘેલું લાગ્યું હોય એમ ખુલ્લી જીપ પર સવાર થઈને જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એ સમયે તેના મિત્રો આ દૃશ્યોનું શૂટિંગ કરી રહ્યા હતા અને આસપાસ ઊભેલા લોકો પણ આ જોખમી સ્ટંટને નિહાળી રહ્યા હતા.

આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા થકી જીવન જોખમમાં મૂકતા હોય છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. જોકે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનો આવો ક્રેઝ ભારે પડી શકે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે રાજકોટમાં વાઇરલ થયેલો આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले