देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

રમખાણની એ કડવી યાદો:’એક સમયે 12 રૂમનો બંગલો હતો, આજે ભાડે રહીએ છીએ, તોફાને પરિવાર-પ્રોપર્ટી બધું છીનવ્યું, પણ હિંદુ ભાઈઓ સાથે આજે પણ અતૂટ નાતો’

છેલ્લાં 20 વર્ષમાં ફિરોઝ ખાને સ્થિતિને બદથી બદતર થતી જોઈ છે આજે બે દાયકા બાદ એવું કહેવામાં આવે છે કે ગોધરાકાંડ અને ત્યાર બાદનાં રમખાણોએ અનેક લોકોના આચાર-વિચાર બદલી નાખ્યા છે.

Abhishek Raghuvanshi28 फरवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • છેલ્લાં 20 વર્ષમાં ફિરોઝ ખાને સ્થિતિને બદથી બદતર થતી જોઈ છે

આજે બે દાયકા બાદ એવું કહેવામાં આવે છે કે ગોધરાકાંડ અને ત્યાર બાદનાં રમખાણોએ અનેક લોકોના આચાર-વિચાર બદલી નાખ્યા છે. આ ઘટના બાદ હજી એવા લોકો સમાજમાં છે, જેમના પોતાના સંબંધ આજે પણ યથાવત્ છે. અમદાવાદના ગુલબર્ગકાંડમાં પોતાનો પરિવાર ગુમાવી દેનાર ફિરોઝ ખાન કહે છે કે ભલે મારું સર્વસ્વ જતું રહ્યું, અમે આસમાનથી ફર્સ પર આવી ગયા છીએ, પરંતુ અમારા સંબંધ અને અમારી સાથે સંબંધ રાખતા લોકોમાં આજે પણ એ જ લાગણી છે અને તેમની સાથે આજે પણ અમારી મિત્રતા યથાવત્ છે. અમારા ઘરે ઇદ પર આવતા લોકોનું સરનામું બદલાયું છે, પણ લાગણી તો એની એ જ છે.

‘હજુપણ માનું નામ સાંભળી આંખો આંસુથી છલકાઈ જાય છે’
ફિરોઝ ખાન પઠાણ ગુલબર્ગ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ હંમેશાં પરિવારમાં લાડમાં ઊછર્યા હતા. તેમના લગ્નની તૈયારી થવાની હતી, પણ એ પહેલાં તેમના પરિવારનાં માતા સહિત સંખ્યાબંધ લોકો હિંસક ટોળાનો ભોગ બની ગયાં હતાં. તેમના લગ્નમાં તેમની માતાએ અનેક પ્રસંગો ઊજવવાની યોજના કરી હતી, પરંતુ આજે માનુ નામ સાંભળીને તેમની આંખો આંસુથી છલકાઇ જાય છે. ફિરોઝ ખાન દિવ્ય ભાસ્કર સાથે ગુલબર્ગ સોસાયટી આવ્યા હતા. તેમણે તેમની યાદ અને પોતાનું ઘર જે આજે ખંડેર બની ગયું છે એ બતાવ્યું હતું. આજે પણ સોસાયટીમાં પ્રવેશ કરતાં જ ફિરોઝ ખાન ભાવુક થઇ ગયા હતા. માતા પિતાએ આપેલા સંસ્કાર આજે પણ સાચવી રાખ્યા છે. તેઓ આજે પણ આ વિસ્તારના હિંદુ લોકો સાથે સબંધ રાખે છે.

‘ખબર ન હતી કે સુરત જઈને જિંદગી બદલાઇ જશે’
તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 2002માં મારા લગ્નની ઘડીઓ ગણાતી હતી. સંયુક્ત પરિવારમાં રહેતા મારા માટે તેમનાથી અલગ રહેવું શક્ય જ નહોતું. હું મારી માતાથી નારાજ થાઉ તો કાકી અને કાકી સાથે લડીને મોટી મમ્મી સાથે લાડ કરતો હતો, પરંતુ પરિવારમાં કોઈ રહ્યું જ નહીં. તેઓ કહે છે કે 28 ફેબ્રુઆરીએ કામથી સુરત ગયો હતો. ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આ સફર બાદ મારી જિંદગી બદલાઇ જશે. હું મારી માતાને ક્યારેય જોઈ નહીં શકું. 28 ફેબ્રુઆરીના રોજ ગુલબર્ગ હત્યાકાંડમા મારા પરિવારના સભ્યોનાં મોત નીપજ્યાં હતાં, એમાં મારી માતા પણ સામેલ હતી.

આજે આખી સોસાયટી ખંડેર બની ગઈ છે.
આજે આખી સોસાયટી ખંડેર બની ગઈ છે.

‘આ 20 વર્ષમાં અમે આસમાનથી ફર્સ પર આવી ગયા’
તેમણે વધુમાં કહ્યું હતું કે મારા પરિવારના બચી ગયેલા સભ્યો રેફ્યુજી કેમ્પમાં હતા. મને ખબર નહોતી કે તેઓ બચ્યા છે કે નહીં. ધીમે ધીમે હું મારા પરિવારના બચી ગયેલા સભ્યોને મળ્યો હતો. ફિરોઝ જખાને જણાવ્યું હતું કે મેં ઝાફરી સાહેબના ઘરે અનેક નેતાઓ હસ્તીઓને આવતા જોયા છે, જેમાં પૂર્વ મંત્રી, મુખ્યમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી પણ આવી ચૂક્યા હતા. અહીં આટલા બધા લોકો આવતા એટલે અમને ક્યારેય ડર ન હતો. દરેક ધર્મના લોકો સાથે ખૂબ સારા સંબંધ હતા. આજે 20 વર્ષ થઇ ગયાં છે, અમારી સ્થિતિ બદથી બદતર થતી જોઈ છે, પણ અમારી સાથે સંબંધ રાખતા લોકો અને મારા સબંધોમાં આજે પણ ફરક પડ્યો નથી. મારા ઘરે ઇદ પર આવતા લોકો આજે પણ આવે છે, પરંતુ આ જગ્યા આજે ગુલબર્ગ સોસાયટી નથી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑