देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

ભાજપના એક નેતાએ પાર પાડ્યું ઓપરેશન ‘વિશ્વનાથ’:હવે યૂથ કોંગ્રેસના મહામંત્રીનું વિનયસિંહનું રાજીનામું, પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા BJPમાં જોડાશે

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગઈકાલે(4 સપ્ટેમ્બર, 2022) ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે આજે ગુજરાત યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપી દીધું છે.

Abhishek Raghuvanshi5 सितंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગઈકાલે(4 સપ્ટેમ્બર, 2022) ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે આજે ગુજરાત યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાની કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની તસવીરો બહાર આવતાં અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. આ શરૂ થયેલા તર્ક અંતર્ગત સાચી વાત જાણવા દિવ્ય ભાસ્કરે વિશ્વનાથસિંહ વાઘેલા સાથે વાતચીત કરી, ત્યારે તેમણે આખીયે વાતનો ફોડ પાડતાં જણાવ્યું કે હું ભાજપમાં જોડાવાનો છું.

‘હું ભાજપમાં જોડાઈશ, ક્યારે જોડાઈશ એ બપોર સુધીમાં નક્કી થશે’
યૂથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું. કમલમ ખાતે હું ખેસ ધારણ કરીશ, પરંતુ ક્યારે ભાજપમાં જોડાઈશ અને કોની હાજરીમાં જોડાઈશ એ વાત બપોર સુધીમાં મને ખ્યાલ આવી જશે.

तस्वीरों में खबर2 फोटो
ડાબેથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, વિશ્વનાથસિંહ વાઘેલા અને પ્રદીપસિંહ વાઘેલા.

સંગઠનના એક નેતાએ ઓપરેશન પાર પાડ્યું
હાર્દિક પટેલની રાહે વિશ્વનાથસિંહ વાઘેલા ભલે ચાલી રહ્યા હોય, પરંતુ ભાજપમાં લાવવામાં કે કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલ નહીં, પરંતુ ભાજપ સંગઠનના જ એક નેતાનો સિંહફાળો રહેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા વિશ્વનાથસિંહ વાઘેલા સાથે જે-તે સમયે પરિચયમાં આવેલા ભાજપના આ નેતાએ જ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

સાત પાનાંના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યા
રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ લખેલા સાત પાનાંના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે જોડાવાનું સૌથી મોટું કારણ હતું કે નાનપણથી જ ઈતિહાસની ચોપડીઓ વાંચતા અને એમાં એવું ભણ્ચા કે કોંગ્રેસના નેતાઓએ આઝાદી અપાવી. તેથી કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો હતો, પરંતુ જેમ જેમ પક્ષમાં કામ કરતા ગયા તેમ તેમ ખબર પડી કે જે નેતાઓએ દેશને આઝાદી અપાવી હતી એમાંના ઘણા ખરા નેતાઓને 1969માં કોરાણે મૂકી દેવાયા હતા. આઝાદી અપાવનારા જે નેતાઓ મારા પ્રેરણાસ્ત્રોત છે તેમના ફોટા પણ મેં કોંગ્રેસની ઓફિસમાં જોયા નથી.

કોંગ્રેસે મને જે પદ આપ્યાં એ વેચાતા આપ્યાં
હું ઘણા સમયથી હાલની કોંગ્રેસ એક પરિવારની ભક્તિમાં લીન હોય એવું અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ પક્ષે મને જે કોઈ પદ આપ્યા એ મારી પાસેથી પૈસા લઈને વેચાતા આપ્યા, જેથી વેચાતા મળેલા પદ પર કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ આવી શકે. હું જ્યારથી યૂથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ પક્ષના સિનિયર નેતાઓના જૂથવાદનો ભોગ બનતો આવ્યો છું. યૂથ કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓએ મારી મદદ કરી હતી તેમની સામેના જૂથના નેતાઓએ મને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું.

પાર્ટીમાં 10 વર્ષથી જૂથબંધી ચાલી રહી છે
પરિસ્થિતિથી કંટાળીને મેં રાજીનામુ આપ્યું છે. મેં 3-4 દિવસ અગાઉ શ્રીનિવાસ અને ક્રિષ્નાને મેસેજ કર્યા હતા. તે લોકોએ મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હાર્દિક 3-4 મહિના અગાઉ જઈ ચૂક્યા છે. અમારી વેદના સરખી હોઈ શકે. નામ નહીં લઉં, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓને ખબર જ છે કોના કારણે છોડી રહ્યો છે. 10 વર્ષથી જૂથબંધી ચાલી રહી છે. પાર્ટીનો જૂથવાદ પાર્ટીને મુબારક. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ. રાજકારણ કરવાનું છે. મારી જેમ અસંખ્ય યુવાનો પાર્ટીથી નારાજ છે. મારી સાથે જેને જોડાવવું હોય તેઓ આવી શકે છે. વિશ્વનાથસિંહ સાથે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર વનરાજસિંહ ચાવડા આવ્યા હતા.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑