देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 6 बार पढ़ी गई

બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું:બનાસની બહેનો સંતાનોથી વધારે પશુઓને સાચવે છે, લગ્ન પ્રસંગ છોડી દેશે પણ પશુઓની કાળજી રાખશે

વારાણસીમાં બનાસ ડેરીના સંકુલના શિલાન્યાસ માટે બનાસ ડેરીનો હું હૃદયથી આભાર માનું છુંનરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુલ અને મક્કમ સીએમ કહ્યા તો શંકર ચૌધરીને ઉર્જાવાન મેરે સાથી કહી સંબોધ્યાઓછો વરસાદવાળા જિલ્લામાં કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાટાથી ખેડૂતનાં નસીબ બદલાયાંઃ મોદી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે.

Abhishek Raghuvanshi19 अप्रैल 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વારાણસીમાં બનાસ ડેરીના સંકુલના શિલાન્યાસ માટે બનાસ ડેરીનો હું હૃદયથી આભાર માનું છું
  • નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુલ અને મક્કમ સીએમ કહ્યા તો શંકર ચૌધરીને ઉર્જાવાન મેરે સાથી કહી સંબોધ્યા
  • ઓછો વરસાદવાળા જિલ્લામાં કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાટાથી ખેડૂતનાં નસીબ બદલાયાંઃ મોદી

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા.

મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શતશત નમન: પ્રધાનમંત્રી
આ પસંગે પ્રધાનમંત્રીએ ‘નમસ્તે, તમે બધા મજામાં’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શતશત નમન કરી મજાક કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડુ હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. આપની ક્ષમા અને મંજૂરી સાથે થોડુ હિન્દી બોલુ છું.

तस्वीरों में खबर8 फोटो

સૌથી પહેલાં ગલબા કાકાને નમન: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાકાળમાં ગલબા કાકાના નામે મેડિકલ કોલેજ ખૂલી. તેમણે ખેડૂતપુત્ર હોવાથી મોટું કામ કર્યું છે. સૌથી પહેલાં હુ ગલબાકાકાને મસ્તર નમાવું છું. બીજા નમન માતા-બહેનોને જે પોતાના સંતાનો કરતા વધારે કાળજી પશુઓની રાખે છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે.

બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે: પ્રધાનમંત્રી
​​​​​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં ગ્રામ્ય અર્થતંત્ર કેવી રીતે મજબૂત થઈ શકે, માતાઓ અને બહેનોનું સશક્તિકરણ, સહકારી ચળવળ કેવી રીતે આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપી શકે, આ બધું અહીં પ્રત્યક્ષપણે અનુભવી શકાય છે. બનાસ ડેરી સંકુલ, ચીઝ અને વ્હી પ્લાન્ટ, જે તમામ ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં મહત્વપૂર્ણ છે. બનાસ ડેરીએ પણ સાબિત કર્યું છે કે, સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. આજે અહીં એક બાયો-સીએનજી પ્લાન્ટ સમર્પિત કરવામાં આવ્યો છે અને 4 ગોબર ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંચન માટે સરકારના કચરાના અભિયાનને મદદ કરવા માટે આ છે.

પશુપાલકોને ગાયના છાણ માટે પૈસા મળી રહ્યા છે: પ્રધાનમંત્રી
ગોબર્ધન દ્વારા એકસાથે અનેક લક્ષ્યો હાંસલ કરવામાં આવી રહ્યા છે. એક, તે ગામડાઓમાં સ્વચ્છતાને બળ આપી રહ્યું છે, બીજું, પશુપાલકોને ગાયના છાણ માટે પૈસા મળી રહ્યા છે. ત્રીજું, બાયો-સીએનજી અને વીજળી જેવા ઉત્પાદનો ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. ચોથું, આ સમગ્ર પ્રક્રિયામાં ઉપલબ્ધ જૈવિક ખાતર ખેડૂતોને ઘણી મદદ કરી રહ્યું છે. આજે ગુજરાત જે સફળતાની ઊંચાઈએ છે, વિકાસની જે ઊંચાઈએ છે તે દરેક ગુજરાતીને ગર્વથી ભરી દે છે. મેં ગઈકાલે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આનો અનુભવ કર્યો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતના બાળકો, આપણી ભાવિ પેઢીઓનું ભવિષ્ય ઘડવાનું બળ બની રહ્યું છે.

ચાર ગોબરગેસ પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરાયું
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે.

7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઈ
ઉલ્લેખનીય છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે.

પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા
આ પ્લાન્ટમાં 30 લાખ લિટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લિટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા, 1 લાખ લિટર પ્રતિદિન આઈસક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે, જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑