देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ:રાજકોટની હોટલમાં યુવકે યુવતીને પ્લાસ્ટિકની પટ્ટીથી ગળેટૂંપો દઈ પતાવી દીધી, બાદમાં પોતે પણ એસિડ પીધું

નોવા હોટલના બાથરૂમમાંથી લોહીના નિશાન અને જીન્સનું પેન્ટ મળ્યુંયુવાન એસિડ બોટલને બદલે પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હતો રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે.

Abhishek Raghuvanshi4 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • નોવા હોટલના બાથરૂમમાંથી લોહીના નિશાન અને જીન્સનું પેન્ટ મળ્યું
  • યુવાન એસિડ બોટલને બદલે પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હતો

રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે દોડી જઈ યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ યુવતીને પતાવી દીધાનું સામે આવ્યું છે.

હોટલમાં ગઇકાલે 9 વાગ્યે બંને આવ્યાં હતાં
જામનગરની યુવતી અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે યુવતીના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને યુવતી ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે યુવતીની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે.

तस्वीरों में खबर5 फोटो
રૂમના બાથરૂમમાં લોહીનાં નિશાન અને જીન્સનું પેન્ટ મળ્યું.યુવતીના પિતા સિવિલ હોસ્પિટલમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.એસિડની ખાલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી.પોલીસે રૂમના દરેક ખૂણાની તપાસ કરી.301 નંબરના રૂમમાં રોકાયાં હતાં.

જેમિસને ફોન કરતાં કહ્યું, મેં તારી દીકરીને મારી નાખીઃ મૃતકના પિતા
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું.

પ્રેમસંબંધની કોઇ દિવસ અમને જાણ કરી નહોતી
મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ, પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તોપણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.

યુવતીએ માતાને ફોન કરી મદદ માગી હતી
જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. યુવતીએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે તેમજ જેમિસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાં ઘૂસવા માટે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ
હોટલમાં ઘૂસવા માટે જેમિસે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું છે. યુવતીના ઓરિજિનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી યુવતીને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ તપાસ હાથ ધરી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑