પિરોટન ટાપુની વર્ચ્યુઅલ સફર:જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો છે ટાપુ, પ્રવાસીઓ પગપાળા ચાલી નરી આંખે જોઈ શકે છે દરિયાઈ જીવસૃષ્ટિ
શિયાળામાં પિરોટન ટાપુની મુલાકાત લઈ શકાય છેપિરોટન ટાપુની મુલાકાત માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી જરૂરી છે જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો પિરોટન ટાપુ અહીંની દરિયાઈ જીવસૃષ્ટિને કારણે ફેમસ છે.
- શિયાળામાં પિરોટન ટાપુની મુલાકાત લઈ શકાય છે
- પિરોટન ટાપુની મુલાકાત માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી જરૂરી છે
જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો પિરોટન ટાપુ અહીંની દરિયાઈ જીવસૃષ્ટિને કારણે ફેમસ છે. અહીં જોવા મળતાં કોરલ રીફ, જેલી ફિશ, પફર ફિશ, સ્ટાર ફિશ, ઓક્ટોપસ જેવા દરિયાઈ જીવ અને વનસ્પતિ અહીંનું આકર્ષણ છે. નજીકથી દરિયાઈ જીવસૃષ્ટિને નિહાળવા માગતા પ્રવાસીઓ માટે પિરોટન ટાપુ હંમેશાં ફેવરિટ ડેસ્ટિશનેશન રહ્યું છે. ત્યારે પિરોટન ટાપુની એક વર્ચ્યુઅલ સફર કરીએ અને સાથે જાણીએ કે અહીં પ્રવાસીએ કઈ રીતે અને ક્યારે પહોંચવું?
ક્યાં આવેલો છે પિરોટન ટાપુ?
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયામાં દરિયાઈ જીવસૃષ્ટિ હોવાથી તેના રક્ષણ માટે મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જ પિરોટન ટાપુ આવેલો છે. જામનગરના બેડીબંદરથી અંદાજે 22 નોટિકલ માઈલના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. દરિયામાં જ્યારે ટાઈડનો સમય હોય ત્યારે જ બોટ મારફત ટાપુ પર જઈ શકાય છે.
પ્રવાસીઓ ખૂબ જ નજીકથી દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળી શકે છે
સામાન્ય રીતે દરિયાઈ અભયારણ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ લેવા માટે પ્રવાસીઓએ સ્કુબા ડાઈવિંગ કરવું પડતું હોય છે, પરંતુ પિરોટન ટાપુ એવો ટાપુ છે કે અહીં પ્રવાસી ઓટના સમયે પગપાળા ચાલી નરી આંખે દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો આનંદ ઉઠાવી શકે છે. અહીં રેતાળ રણ, પથ્થરો વચ્ચે વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો જોવા મળે છે, જેમાં પરવાળા, ઓક્ટોપસ, સમુદ્ર ફુલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, ઢોંગી માછલી, દરિયાઈ ગોકળગાય, 108 જાતની લીલ, 80 જાત દરિયાઇ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળા, 27 જાતના ઝીંગા, 20 વધુ જાતના કરચલા, શંખલા, છીપલાં 200થી વધુ જાતનાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 પ્રકારની માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ સાપ, 94થી વધુ જાતનાં પાણીનાં પક્ષીઓ, 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ ચેરનાં વૃક્ષો સહિતની અસંખ્ય જીવ સૃષ્ટિઓ જોવા મળે છે.
પિરોટન ટાપુ પર જવા માટે ફોરેસ્ટ વિભાગની પૂર્વમંજૂરી જરૂરી
પિરોટન ટાપુ પર જવા માટે પ્રવાસીઓએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. મંજૂરી લેવા માટે પ્રવાસીએ હાજર રહેવાની જરૂર નથી. અન્ય વ્યક્તિ પણ પ્રવાસીઓ વતી મંજૂરી મેળવી શકે છે. જોકે મંજૂરી લેનારી વ્યક્તિએ પોતાનું આઈડી પ્રૂફ અને જે પ્રવાસીઓએ મંજૂરી લેવાની છે તેની વિગત આપવાની રહે છે. ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળ્યા બાદ પ્રવાસીએ બોટના માધ્યમથી પિરોટન ટાપુ પર જવાનું રહે છે. ચાલુ વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા જ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બોટમાં મુસાફરી માટે પ્રવાસીએ અલગથી ફી ચૂકવવાની રહે છે.
5 વર્ષ બાદ પ્રવાસીઓને ટાપુ પર જવાની મંજૂરી અપાઈ
ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કારણસર પિરોટન ટાપુ પર પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. 5 વર્ષ સુધી પ્રવાસીઓ માટે આ ટાપુ બંધ રહ્યા બાદ આ વર્ષથી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી અત્યારસુધીમાં 800 જેટલા પ્રવાસીઓએ મુલાકાત કરી હતી. પિરોટન ટાપુની મુલાકાત માટે શિયાળાનો સમય પ્રવાસીઓ માટે સાનુકૂળ રહે છે.
પિરોટન ટાપુ પર જવા માટે પ્રવાસીએ શું કરવું?
ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જ્યારે પિરોટન ટાપુ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ત્યારે પ્રવાસીએ જામનગર ફોરેસ્ટ વિભાગની કચેરીએથી ઓફલાઈન મંજૂરી મેળવવાની રહે છે. મંજૂરી મળ્યા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા નક્કી કરાયેલી બોટમાં જ સવાર થઈ પ્રવાસીએ પિરોટન ટાપુ જવાનું રહે છે. પ્રવાસીએ બોટનો અલગથી ચાર્જ ચૂકવવાનો રહે છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले




