પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ:PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-‘સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, પણ આસ્થાનું શિખર તો શાશ્વત જ રહે છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
જગતજનનીનાં દર્શન કરીને વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
PM મોદીનું સંબોધન
- 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે.
- આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે
- ગુપ્ત નવરાત્રિ પહેલાં પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે
- સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે
- હું મારું પુણ્ય દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું એ મેં માતાજી પાસે માગ્યું છે
- પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઈ છે
- લગ્ન થવાના ત્યારે ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મૂકે છે અને તેમને આ પત્રિકા સંભળાવવામાં આવે છે
- ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે
- મંદિરનો વિકાસ થયો છે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
- ઊંચું સ્થાનક હોવાથી અહીં સુરક્ષા રાખવાની ખૂબ જરૂરિયાત છે, જેથી સૌ-કોઇએ અનુશાસન રાખવાની જરૂર છે
- હું રોપવેના માધ્યમથી અહીં આવ્યો છું, રોપવેથી યાત્રા સુવિધાસભર થઇ છે.
- પાવાગઢ, સાપુતારા અને અંબાજી રોપવેથી જોડાઇ રહ્યા છે
- પંચમહાલમાં પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગારનો અવસર આવશે. કલા-સાંસ્કૃતિક વિરાસતને નવી ઓળખ મળશે
- ચાંપાનેર એ જગ્યા છે, જ્યાંથી ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઇ હતી, જેનાથી ગુજરાતમાં 24 કલાક વીજળી મળવાની શરૂઆત થઈ હતી
- હું મહાકાળીના ચરણોમાં ફરી એકવાર નમન કરું છું, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવુું છું. આજે તેમના પૂર્વજોનાં સપનાં પૂર્ણ થયાં છે.
PM મોદી મંદિરમાં પૂજા-અર્ચના કરશે
ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. જ્યારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.
રૂા.21 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતે પહોંચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણીપુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
- લેપ્રેસી મેદાનમાં સભા સ્થળ તરફ જતા લોકો માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે
- સભા સ્થળે પહોંચી પીએમ ખુલ્લી જીપમાં બેસી અભિવાદન ઝીલશે
- જીપ આગળ એક હજાર મહિલાઓ ભારત માતા કી જયના નારા લગાવશે
- સભાને પગલે 10 રસ્તા બંધ કરી 12 વૈકલ્પિક રૂટ અપાયા
- 2 લાખ કાર્યકર્તાઓને ભાજપની ટોપી પહેરવાશે

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले









