જંગલનો રાજા શ્વાનથી ડર્યો:લોધિકામાં શ્વાને ડાલામથાને ઊભી પૂછડીએ ભગાવ્યો, સિંહને પણ પરસેવો વળી ગયો, વીડિયો વાઇરલ
રાજકોટથી 30 કિમી દૂર લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે છેલ્લા ચાર દિવસથી ધામા નાખ્યા છે. રોજ લોધિકાના અલગ અલગ ગામડાં ખૂંદી રહ્યા છે.
રાજકોટથી 30 કિમી દૂર લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે છેલ્લા ચાર દિવસથી ધામા નાખ્યા છે. રોજ લોધિકાના અલગ અલગ ગામડાં ખૂંદી રહ્યા છે. ત્યારે એક ગામની સીમમાં ખેતરમાં જંગલના રાજાને દોડાવતા શ્વાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડાલામથા પાછળ શ્વાન થતાં એ પણ ઊભી પૂછડી ભાગતો નજરે પડે છે. એમાં સિંહને પરસેવો વળી ગયો હોય એવાં દૃશ્યો પણ વીડિયોમાં કેદ થયાં છે.
સિંહ પણ ખુલ્લા ખેતરમાં દોડતાં દોડતાં હાફી ગયો
વાઇરલ વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ લોધિકાના એક ગામમાં ખુલ્લા ખેતરમાં શ્વાન ભસતો ભસતો સિંહ પાછળ દોડી રહ્યો છે. સિંહ પણ ખુલ્લા ખેતરમાં દોડતો દોડતો હાંફી ગયો હોય એમ એની દોડવાની ગતિ ધીમી કરી દે છે. તેમ છતાં શ્વાન તેનો પીછો છોડતો નથી અને સતત સાવજ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
શનિવારે સાંગણવા ગામે સિંહ જોવા મળ્યો હતો
શનિવારે લોધિકાના સાંગણવા ગામે જોવા મળેલો સિંહ રાત્રે જૂની મેંગણી ગામે જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો સિંહદર્શન કરવા સમગ્ર પંથક ખૂંદી રહ્યા છે. દિવસે સાંગણવા ગામમાં જોવા મળેલો સિંહ રાત્રે એ જ જૂની મેંગણી ગામે જોવા મળતાં લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
સિંહના આગમનથી ગ્રામજનોમાં ફફડાટ
સિંહના આગમનથી લોધિકા પંથકનાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળુ પાકનું રખોપું કરવા વાડીએ જવામાં ખેડૂતો ડરી રહ્યા છે. જોકે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરી છે. સિંહ સતત લોકેશન બદલી રહ્યો છે. અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે ગીરમાંથી ઘણીવાર સિંહો આજુબાજુનાં ગામમાં જોવા મળતા હોય છે, પરંતુ રાજકોટ સુધી પહોંચી જાય એ પણ એક નવાઇની વાત છે.
અગાઉ રાજકોટના ત્રંબા ગામ સુધી સિંહો આવી ગયા હતા
બે વર્ષ પહેલાં ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો હતો. 48 કલાક બંને સિંહે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કર્યા હતા. રાજકોટથી 21 કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌપ્રથમ ઘટના બની હતી

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
