ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે
ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે.
- ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે. ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.
સાયન્સ ટેક્નોલોજી પર ભાર મુકાશે
ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, ત્યારે નિર્મલા સીતારમણે બજેટ 2022-23 દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે, જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે.
ઓથોરિટીની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ઇન્ટરનેશનલ જુરિસ્ડિક્શનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટર શરૂ કરાશે, જેને પગલે ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જો કોઇ વિવાદ થાય તો આ ઓથોરીટિની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે છે.
ટેક્નોલોજી-ફાઇનાન્સને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે
ગિફ્ટ સિટી આઇએફએસસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે નાણામંત્રીએ કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ઊભરતા ટેક્નોલોજી અને ફાઇનાન્સના સમન્વયને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે, સાથે આર્બિટેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાને પગલે જે-તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ આવી શકશે. ઇન્ટરનેશલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
