કાળમુખી સિટી બસ:સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલ
સલાબતપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય એમ એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે.
- સલાબતપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી
સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય એમ એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના રિંગ રોડ માર્કેટ ખાતે રસ્તા પર બસે અડફેટે લઈને કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.
યુવક ઘરેથી ટિફિન લઈને નીકળ્યો હતો
સુરત રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લૂ સિટી બસે રાહદારીને કચડી નાખતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ લોકોનાં ટોળાં ભેગાં થઈ જતાં બસચાલક ભાગી ગયો હતો. લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતી વખતે બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાય ગયો હોવાના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ બસ પોલીસ દોડી આવી હતી.
પત્નીને નવ માસનો ગર્ભ
પરિવારે જણાવ્યું હતું કે કિશન પટેલ રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહે છે. 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. કિશન પટેલ (ઉં.વ. 25)ની પત્નીને 9 માસનો ગર્ભ છે. નોકરી પર જવા નીકળ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
