કમલમમાં 30થી 40 મિનિટ સુધી PM મોદીએ તમામ નેતાઓના ક્લાસ લીધા, હવે મોદી રાજભવન તરફ રવાના, એપોલો સર્કલ થી આગોરા મોલ સુધી ટ્રાફિક જામ

By Abhishek Raghuvanshi
5 Min Read
  • વડાપ્રધાન મળવા આવ્યા હતાં ચૂંટણી લક્ષી કોઈ કાર્યક્રમ નહોતોઃ નરહરિ અમિન
  • અમદાવાદના મેયર પાછળ રહી જતાં કમલમમાં જતા રોકવામાં આવ્યાં
  • નેતાઓને ટેબ્લેટ ફરજિયાત સાથે રાખવું પડશે

વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોના ક્લાસ લીધા હતાં. બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં પરંતુ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતાં.બેઠકમાં મોદીએ કહ્યુ કે, તમામ લોકોને એક સાથે ઘણા સમયે જોવાનો મોકો મળ્યો છે. આ બેઠક પૂર્ણ કરીને તેઓ રાજભવન તરફ રવાના થયાં હતાં. મોદીના કાફલાને કારણે એપોલો સર્કલથી અગોરા મોલ સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. બીજી તરફ બાળકો સ્કૂલેથી છુટી ગયાં છે અને તેમને લેવા જનાર વાલીઓ ટ્રાફિકમાં ફસાયાં છે. સ્કૂલમાંથી વાલીઓને કોલ આવી રહ્યાં છે કે તમારા બાળકોને લઈ જાઓ.

બીજી તરફ ભાજપના નેતા નરહરી અમીને કહ્યું હતું કે, વડાપ્રધાન બધાને મળવા માટે કમલમ આવ્યાં હતાં. કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમ હતો જ નહીં. જ્યારે સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે કાર્યકરોને મળવું એ વડાપ્રધાન માટે એક લ્હાવો છે. ભાજપ ચૂંટણીલક્ષી બેઠક કરતી પાર્ટી નથી.આ બેઠક કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર થાય એ માટે છે.

મોદીના કાફલાને કારણે એપોલો સર્કલથી અગોરા મોલ સુધી ટ્રાફિક જામ થઈ ગયો

અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. તેઓ ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભા રહ્યાં હતાં. ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતાં પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં મળતાં તેઓ 15 મિનિટ સુધી બહાર ઉભા રહ્યાં હતાં. આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા.મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા.હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે.નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિ.મીનો રોડ શો દોઢ કલાકમાં પુરો થયો હતો. ભાટ ગામથી કમલમ સુધી રોડ શોની ઝડપ વધારવી પડી હતી.

- Advertisement -

અમદાવાદના મેયરને કમલમમાં જતાં રોકવામાં આવ્યાં

નેતાઓ માટે ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે
હાલમાં વડાપ્રધાન મોદીનો રોડ શો ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડાપ્રધાનની સાથે ખુલ્લી જીપમાં રોડશોમાં ઉપસ્થિત રહ્યાં છે. એરપોર્ટથી લઈને કમલમ સુધી લાખો લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારે કમલમમાં પણ ભાજપના નેતાઓ પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયાં છે.પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ મેળવી લીધો છે.દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે. આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતાં તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા.

કમલમમાં મોદીની અર્ધ્ય આપતી રંગોળી બનાવવામાં આવી

વડાપ્રધાન મોદીની અર્ધ્ય આપતી રંગોળી બનાવવામાં આવી
વડાપ્રધાન ચારેક વર્ષ બાદ કમલમની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ નિહાળવાના છે. વડાપ્રધાન માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી પણ નિહાળશે.વડાપ્રધાનના આગમનને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન પ્રવેશ કરવાના છે તે જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. વડાપ્રધાન સિવાયના તમામ નેતાઓએ કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વિધાનસભામાં આજે સત્ર નહીં મળે, આખી સરકાર વ્યસ્ત રહેશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.

Exit mobile version