એકસાથે ત્રણ યુવકો કાળનો કોળીયો બન્યા:પારડી નજીક બાઈકસવાર ત્રણ યુવકોને કચડી અજાણ્યો વાહનચાલક ફરાર
પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યુંપારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી વલસાડ જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી.
- પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું
- પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી
વલસાડ જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખતાં ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત
સૂત્રો અનુસાર વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા. જેના પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ
ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિત ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
