ઉદ્યોગપતિને હાર્ટ-એટેક આવ્યો:AAPના પૂર્વ નેતા મહેશ સવાણીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં દાખલ, તબિયત સ્થિર
તબિયત નાજુક થતાં હોસ્પિટલમાં દાખલ કરતાં હાર્ટ-એટેકની જાણ થઈ. મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ પી.પી.
- મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ વધુપડતો હૃદયમાં દુખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું. હાર્ટ-એટેક આવતાંની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જોકે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
AAP થોડા સમય પહેલાં છોડેલી
સમાજસેવક મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ એને છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા. પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવવા માટે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું છે, જેના થકી સમાજમાં તેમની એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.

પરિવાર ચિંતામા મુકાયો
મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.
ICUમાં શિફ્ટ કરાયા
વિપુલ તળાવિયા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले