આજના ડ્રોન વીડિયોમાં જુઓ થનગનતા રાજકોટનું નીલ સિટી:સૌરાષ્ટ્રના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં દાંડિયારાસની મોજ, 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા
માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.
માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ નોરતાના દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી મન ભરી ગરબાનો આનંદ માણ્યો હતો. ત્યારે દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત એવા રાજકોટ NCC દાંડિયા, એટલે કે નીલ સિટી ક્લબ દાંડિયા- 2022નાં આકાશી દૃશ્યો, જ્યાં 10 હજાર ખેલૈયા મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.
ઉત્સાહભેર પહેલા નોરતાની ઉજવણી
બે વર્ષ પછી શરૂ થયેલી નવરાત્રિના પ્રથમ નોરતાના દિવસે રાજકોટ દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના નવા રિંગ રોડ પર રેડિયસ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રથમ દિવસે જ લગભગ 10,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવાર, સગાં-સબંધીઓ તેમજ મિત્રો સાથે મળી પહેલા નોરતે જ ખૂબ ધમાલમસ્તી સાથે ગરબા રમી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
પ્રથમ નોરતાનો છેલ્લો રાસ
પ્રથમ માતાજીની આરતી કરી, ત્યાર બાદ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેલૈયા પ્રથમ ફોર સ્ટેપ, ત્યાર બાદ સિક્સ સ્ટેપ, એ પછી ટીટોળો, ટપો ડાકલા અને છેલ્લે ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. એ બાદ 20 મિનિટ સુધી ડીજેનો રાઉન્ડ પણ હતો, જેમાં મુંબઇની લેડી ડીજે દ્વારા રાજકોટવાસીઓને ડીજેના તાલે ઝુમાવવામાં આવ્યા હતા અને અંતમાં વંદેમાતરમ સ્ટેપ એટલે કે રાજકોટના દરેક ખેલૈયાનુું મનપસંદ સ્ટેપ રમી દેશભક્તિના રંગમાં રંગાઈ પ્રથમ નોરતાનો છેલ્લો રાસ રમ્યા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले





