‘ભિક્ષા નહિ, શિક્ષા’ના સૂત્ર સાથે ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલ શરૂ થયાને 2 મહિના કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે, ત્યારે આ સિગ્નલ સ્કૂલમાં ખરેખર બાળકો ભણે છે કે નહીં એ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રોજેકટમાં થોડેઘણે અંશે સફળતા મળી હોય એમ લાગે છે, કારણ કે બાળકોની 90 ટકાથી વધુ હાજરી નોંધાઈ રહી છે.
