વડોદરામાં ગાજરાવાડીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક બાળક અને લગ્નની કંકોતરી આપવા આવેલી મહિલા સહિત ચાર ઇજાગ્રસ્ત

By Abhishek Raghuvanshi
2 Min Read
  • મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી

વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

ઇજાગ્રસ્તોના સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
ફાયર બ્રિગેડમાથી મળેલી માહિતી મુજબ શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે આજે સવારે ગેસ સળગાવતી વખતે લિકેજ થઈ રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને અગન જ્વાળાઓની ઝાડ ઘરમાં હાજર જ્યોતિબેન વિકીભાઈ પટેલ (ઉં.23) તથા બાળક વૃતાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ તેમજ તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે.

મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી

ફ્રીજ ટીવી તથા અન્ય ઘરવખરી સળગી
આ બનાવમાં ફ્રીજ ટીવી તથા અન્ય ઘરવખરી સળગી ગઇ હતી અને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે, આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ગેસના બોટલ ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે, બાજુમાં આવેલા પાડોશીના મકાનની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હતી. સદનસીબે પાડોશમાં રહેતા પરિવારને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું.

સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો
Exit mobile version