પૂર્વ BJP નેતાના ભાઈની દાદાગીરી:સુરતના ડિંડોલીમાં કેળાંની લારીવાળા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા, VIDEO VIRAL

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2022/08/My-Video15-1.mp4
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

સુરતમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વકીલ પર હુમલો થયાના ગણતરીના દિવસોમાં જ ડિંડોલીમાં કેળાં વેચતા કિશોરને જાહેરમાં દંડા ફટકારવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​

કેળાંની લારીવાળા દિવ્યાંગને રોડ પર ફટકાર્યો.

જાહેરમાં દંડાવાળી
ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાંનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ કેળાંનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા, જેથી આસપાસમાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

લારી ધકેલી માર મારતો રહ્યો.

વીડિયો વાઇરલ થયો
પૂર્વ નગરસેવક દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારીવાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયઇલ થયો હતો. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version