દિલ્હીના CM સફાઈ કર્મી સાથે જમશે:ગાંધીનગરના છાપરામાં રહેતો સફાઈકર્મીનો પરિવાર ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યો, કેજરીવાલ અને તેમના પરિવારજનો સાથે ભોજન લેશે

By Abhishek Raghuvanshi
5 Min Read
https://timenews.today/img/2022/09/My-Video13.mp4

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો છે અને અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સાથે લંચ કરશે.

સફાઈ કર્મચારીનો કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન કાર્યક્રમ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ (હર્ષ સોલંકી ) સફાઈ કર્મચારીને દિલ્હીમાં એમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસિવ કરી અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા જશે. તારીખ 26-9-22ના રોજ હર્ષ સોલંકી એમના પરિવાર સાથે એમના ઘરે થી સવારે 6ઃ00 વાગ્યે નીકળી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. હર્ષસોલંકી દિલ્હી એરપોર્ટ પર થી પંજાબ ભવન પર 11ઃ30 સુધી પહોંચી જશે. હર્ષ સોલંકી 12ઃ30 વાગ્યે સ્કૂલ વિઝીટ કરશે. હર્ષ સોલંકી એમના પરિવાર સાથે બપોરે 1ઃ30 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન ગ્રહણ કરશે. હર્ષ સોલંકી પરિવાર સાથે 2ઃ30 વાગ્યે મોહલ્લા ક્લિનિકની મુલાકાત કરશે. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે 8ઃ20 વાગ્યે પહોંચી સાંજે 9ઃ30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે.

ગોપાલ ઈટાલિયાએ સફાઈ કર્મચારીના પરિવારને રિસિવ કરી એરપોર્ટ મોકલ્યો હતો

વાલ્મિકી સમાજના ઘરે જમવા માટે આવશો?: સફાઈ કર્મચારી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગઈકાલ સાંજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રીતમનગરમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. એક નાનકડી જગ્યામાં રોડ ઉપર અરવિંદ કેજરીવાલ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી અને કહ્યું હતું કે, આજે 75 વર્ષમાં પહેલીવાર જોયું છે કે, એક નેતા વાલ્મિકી સમાજની વચ્ચે આવ્યા હોય. આ જોયા બાદ અમને આશા છે કે, અમારી પાછળ કોઈ તો ઊભું છું. અરવિંદ કેજરીવાલને તેણે વિનંતી કરી અને કહ્યું હતું કે, જેમ તેઓ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ વાલ્મિકી સમાજના ઘરે જમવા માટે આવશો? અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું તમારા ઘરે ચોક્કસ જમવા આવીશ પરંતુ તે પહેલા મારો એક પ્રસ્તાવ છે કે, ચૂંટણી પહેલા નેતાઓ દલિતોના ઘરે દેખાડા ખાતર જમવા માટે જતા હોય છે.

સીએમ હાઉસમાં તમારો અને મારો પરિવાર સાથે જમશે: કેજરીવાલ
પરંતુ આજ દિવસ સુધી કોઈ નેતાએ દલિતને પોતાના ઘરે જમવા માટે નથી બોલાવ્યા. તમે મારા ઘરે જમવા માટે આવશો? જેથી હર્ષ સોલંકીએ અરવિંદ કેજરીવાલના આમંત્રણનો સ્વીકાર કર્યો અને હા પાડી હતી. અરવિંદ કેજરીવાલે પૂછ્યું હતું કે, તમારા ઘરમાં કોણ કોણ છે તેથી હર્ષે કહ્યું હતું કે, હું, મારો ભાઈ, નાની બહેન અને માતા-પિતા છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તમને પાંચેને મારા ઘરે જમવા માટે આમંત્રણ છે અને તમે મારા ઘરે આવશો. હું તમારા માટે પ્લેનની ટિકિટ મોકલાવીશ અને સાંજે સીએમ હાઉસમાં તમારો અને મારો પરિવાર સાથે જમશે.

- Advertisement -
સફાઈ કર્મચારી તેના પરિવાર સાથે દિલ્હી જવા રવાના થયો હતો

સેવાનો એક મોકો મને પણ આપશો: ભગવંત માન
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હવે ફરીથી જ્યારે હું અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમીશ. ભગવંત માને પણ જણાવ્યું હતું કે, સેવાનો એક મોકો મને પણ આપશો જેથી તમે દિલ્હી આવશો ત્યારે પંજાબ ભવનમાં તમે રોકાજો. દિલ્હીમાં જઈ અને ત્યાંની સ્કૂલ અને બધું જોઇ અને આવજો. આમ હર્ષ અને તેનો પરિવાર આજે અરવિંદ કેજરીવાલના ઘરે ડિનર કરશે.

હર્ષ સોલંકી કોન્ટ્રાક્ટ બેઝે સફાઈ કર્મચારી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જે યુવાન હર્ષ સોલંકી જમવા માટે આજે પ્લેનમાં પોતાના પરિવાર સાથે દિલ્હી પહોંચશે તે હર્ષના મામાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હર્ષ સોલંકી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. ગાંધીનગરના સેક્ટર 13 માં આવેલા છાપરામાં એક નાનકડા જેવા ઘરમાં પોતાના ભાઈ, બહેન અને માતા પિતા સાથે રહે છે. હર્ષના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની માતા હાઉસવાઈફ છે. હર્ષની બહેન ધોરણ 12 સુધી ભણેલી છે અને અત્યારે ઘરે જ છે. તેમજ તેનો 15 વર્ષનો નાનો ભાઈ છે તે પણ 10 ધોરણથી ઓછું ભણેલો છે પરંતુ બંને ભાઈ-બહેન હાલમાં ભણતા નથી અને ઘરે જ છે

Exit mobile version