ટ્રક યમરાજ બનીને આવી:નવસારીમાં નોકરી પર જતી મહિલાના મોપેડને ટ્રકે ટક્કર મારતાં મોત, સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી

By Abhishek Raghuvanshi
2 Min Read
નવસારીમાં નોકરી પર જતી મહિલાના મોપેડને ટ્રકે ટક્કર મારતાં મોત, સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી|નવસારી,Navsari - Divya Bhaskar
  • નવસારીના એરુ-ઈટાળવા રોડ પર બની દુર્ઘટના

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે, જેને પગલે મોટા ભાગે બાઇકચાલક અને રાહદારીઓનું મોત ઘટનાસ્થળે થતું હોય છે. આવા જ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના નવસારીના એરુ ઈટાળવા રોડ પર બની છે. સવારે નોકરી પર જતી 28 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત થયું છે. આ દુર્ઘટનામાં સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી છે.

ક્રિષ્ના પટેલ વહેલી સવારે પોતાના કંપની પર જવા નીકળ્યાં હતાં, જ્યાં તેમની સાથે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટના બની.

28 વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે આશરે સાડાઆઠ વાગ્યાની આસપાસ યમરાજ બનીને આવેલા શેરડીના ટ્રકચાલકે મહિલાના મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી. જેથી મહિલા રોડ પર મોપેડ સાથે ફગોળાઇ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઊડી ગયુ હતું.

ઘટનાની જાણ જલાલપુર પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

- Advertisement -

28 વર્ષીય મહિલાનો પતિ અશ્વિન પટેલ વેલ્ડિંગનું કામ કરે છે અને પરિવારમાં 7 વર્ષના પુત્રે માતા ગુમાવતાં સિવિલ હોસ્પિટલમાં ગમગીન માહોલ ઊભો થયો હતો. સિવિલ પહોંચેલો પરિવાર મહિલાના મોટી વ્યતીત થયો છે અને તેઓ પર આભ તૂટી પડ્યું હતું. ટ્રકચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version