સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. સ્કૂલ વાનમાં સ્કૂલ જતા સમય અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ હોવાનુ જાણવા મળ્યું છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. જેમાંથી દેખાઈ છે કે, પૂરપાટ આવતી કારે સ્કૂલવાને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી.
શાળામાં જતા સમયે થયો અકસ્માત
પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં સવારે શાળાએ પહોંચતા તે પહેલાં અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસેથી અકસ્માત નડ્યો હતો. સ્કૂલ વાન ચાઇના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ય એક કાર દ્વારા તેને ધડાકાભેર ટક્કર મારતાની સાથે જ સ્કૂલવાન પલટી ગઈ હતી.
બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
સ્કૂલ વાનમાં ચાલક વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો હોવાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. કારચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને આવતો હોવાનું પણ જણાઈ આવે છે. સ્કૂલ વાનને ટક્કર મારવામાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે દેખાઈ રહી છે.
