- પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી
પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. બીજી તરફ પોલીસે શહેરમાંથી શ્રાવણીયો જુગાર રમતા આઠ ઇસમોને રંગેહાથ ઝડપી લીધા છે.
ઇકોમાંથી બીયરની બોટલો મળી
બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી બાતમીના આધારે આરટીઓ સર્કલ ઉપર ઇકો ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાંથી બીયરની બોટલો નીકળી આવી હતી. પોલીસે ગાડીમાં સવાર ચાર ઈસમોની અટકાયત કરી કુલ 3 લાખ 39 હજાર 300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા આઠ ઝડપાયા
બીજી તરફ પાલનપુર શહેરમાં આવેલી મહમદી સોસાયટીમાં રહેતા અરવિંદ રાવળના ઘરના આંગણામાં ખુલ્લામાં જુગાર રમતા કુલ આઠ જેટલા ઈસમોને જુગાર રમતા રંગેહાથે ઝડપી લઇ પોલીસે 12900નો મુદ્દમાલ કબ્જે લઇને આગળની તપાસ હાથ ધરી છે.
