Gujrat
ચોરી સાણંદમાં હાર્ડવેરની દુકાનમાંથી 5.91 લાખનો મુદ્દામાલ ચોરનારા 2 ઝબ્બે
ગત 5 નવેમ્બરની રાત્રે ચોરોએ શટર ઉંચુ કરીને ચોરી કરી હતી સાણં દ વિરમગામ હાઇવે રોડ મુકિતધામ પાસે જીંદાલ ઇન્સ્ટ્રીયલ હાર્ડવેર નામની દુકાનમાં ગત 5 નવેમ્બરની રાત્રે અજાણ્યા ચોર ઇમસો દૂકાનોમાંથી શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી રૂપિયા 12000 અને 1500 નું પરચુરણ તથા ચાંદીના સીક્કા નંગ 3 આશરે 80 ગ્રામ વજનના તથા કેબલ વાયરના બંડલ 30 નંગ મોટા, 10 નંગ નાના, ફીલર રોડ આશરે 30 કીલો, કોપર ફીટીંગના બોક્સ નંગ- 2 આશરે 2 કીલો વજનના, બ્રાસની(પિત્તળની) ફીટીંગ, ટોર્ચ (હાથબતી) 9 નંગ તથા અન્ય નાની મોટી વસ્તુઓ તમામ મુદામાલની કિંમત રૂપિયા 5.91 લાખ ની અજાણ્યા ચોર ઈસમો ફરાર થતાં સાણંદ પોલીસમાં વિનોદભાઇ નેમારામ સીરવીએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
Abhishek Raghuvanshi November 19, 2022