Gujrat
કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરની હેરાનગતિ:’અસામાજિક તત્ત્વો મને જોઈ થૂંકે છે, રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પોલીસે પણ ફરિયાદ ન લીધી’
મારી રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છેઃ કોર્પોરેટર કમળાબેન અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને કેટલાંક અસામાજિક તત્ત્વો પરેશાન કરતાં હોવાને પગલે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં, પરંતુ પોલીસે ફરિયાદ નહીં લીધી હોવાનો કમળાબેન ચાવડાએ આક્ષેપ કર્યો છે.





