CMના મિત્રોનો ઇન્ટરવ્યુ:કોલેજમાં અધ્યાપકો સાથે વાત કરવાની હોય ત્યારે ભૂપેન્દ્રભાઈને આગળ કરતા, કેટલીક ફિલ્મો 20થી 25 વાર સાથે જોઈ હતી
સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ યોજ્યો.
- મેમનગર પાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં બેસવાનું ટાળતા
- મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમનો સ્વભાવ એકદમ સરળ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી અને સરળતા સાથે આગવા અંદાજમાં પોતાની વાતને રજૂ કરવા માટે જાણીતા છે, જે તેમના કોલેજકાળથી જ યથાવત્ છે. કોલેજના સમયમાં તેઓ સાંસ્કૃતિક સમિતિના મંત્રી પણ બન્યા હતા. આવી જ કેટલીક રોચક બાબતો અંગે દિવ્ય ભાસ્કરે કોલેજકાળ દરમિયાન તેમના મિત્રો સાથે વાત કરી હતી. જાણો મુખ્યમંત્રીના ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાનના મિત્રો સાથેની ખાસ વાત.
ભૂપેન્દ્રભાઈ તમામની સાથે હળીમળીને રહેતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોલેજકાળના મિત્ર ઉમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોલેજના સમયમાં પણ તેમનો સ્વભાવ એકદમ સરળ અને મિલનસાર હતો. તમામની સાથે હળી-મળીને રહેતા. માત્ર કોલેજમાં નહીં, પરંતુ કોલેજકાળ બાદ પણ તેમની સાથે કામ કરવાની તક મળી હતી. તેમની સાથે વર્ષ 2005-6માં કોર્પોરેશનમાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કર્યું હતું. એ સમયે ભૂપેન્દ્રભાઈ પ્રમુખ તરીકે હતા, પરંતુ એ વિસ્તાર કોર્પોરેશનમાં ભળી ગયો. તેઓ મેમનગર પાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં બેસવાનું ટાળતા અને બહાર જ આવતા તથા સ્થાનિકોને મળતા. આ પ્રકારના પ્રસંગો તેમની સાદગીની પ્રતીતિ કરાવતા.
તેમના પિતાજી પણ કોલેજમાં પ્રોફેસર હતા
કોલેજના અન્ય એક મિત્ર વિજય રાવલે પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે વિદ્યાર્થીકાળમાં તેમનામાં નેતૃત્વના ગુણ હતા, કારણ કે કોલેજની ચૂંટણીમાં તેઓ ભાગ લેતા અને કલ્ચરલ કમિટીના મંત્રી બન્યા હતા. એ સમયે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે અધ્યાપકો સાથે સીધી વાત કરવી એટલું સરળ નહોતું ત્યારે તેઓ આગળ રહેતા અને અધ્યાપકો-વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં તેમનો રોલ મહત્ત્વનો રહેતો. જ્યારે તેઓ અમદાવાદની સરકારી પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાજી પણ કોલેજમાં પ્રોફેસર હતા, પરંતુ એ અંગેની જાણ મર્યાદિત લોકોને જ હતી અને તેઓ સામાન્ય વિદ્યાર્થીની જેમ જ અભ્યાસ માટે આવતા.
આજે પણ તેમનો સ્વભાવ એકદમ સરળ છે
મુખ્યમંત્રીના અન્ય એક મિત્ર ઉપેન્દ્ર બારોટ, જેમણે માત્ર કોલેજ નહીં, પણ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ મુખ્યમંત્રી સાથે અભ્યાસ કર્યો હતો. એ સમયને યાદ કરતાં ઉપેન્દ્ર બારોટનું કહેવું છે કે ભૂપેન્દ્ર ભાઈને મૂવી જોવાનો ખૂબ શોખ હતો. કેટલીક એવી પણ મૂવી હતી, જેને તેમણે સાથે 20થી 25 વાર થિયેટરમાં જોઈ હતી. સ્કૂલ અને કોલેજ લાઈફમાં પણ તેમનો સ્વભાવ એકદમ સરળ હતો અને આજે પણ મુખ્યમંત્રી બન્યા પછી કાયમ છે.
અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાં સીએમ ભણ્યા હતા
વર્ષ 1979થી 1982 સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સરકારી પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન આ બેચના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. અભિવાદન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે મારે મૂવી જોવાનું થાય ત્યારે આખા ક્લાસને બહાર કાઢતો હતો. હજુ નથી લાગતું કે હું સીએમ છું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 460 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 460 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 518 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 567 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 791 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 792 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 792 दिन पहले

