10 વર્ષમાં પહેલીવાર ભાજપ બહુમતી તરફ તો કોંગ્રેસ રકાસ તરફ અને AAPનું સુરસુરિયું, વોર્ડ – 6માં પેનલ તૂટી

By Abhishek Raghuvanshi
7 Min Read
  • વોર્ડ – 6માં ભાજપને ત્રણ-આપને એક બેઠક મળી
  • કમલમમાં 12 વાગ્યે વિજયોત્સવ
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ હાજરી આપશે
  • આપ ગાજ્યું એટલું વરસ્યું નહી
  • વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય
  • ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે. હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે.

કયા વોર્ડમાં કોણ જીત્યું

વોર્ડ નંબરવિજેતાપક્ષમળેતા મત
વોર્ડ -4 પાલજ-ધોળાકુવાદક્ષાબેન વીક્રમજી મક્વાણાભાજપ6069
વોર્ડ -4 પાલજ-ધોળાકુવાસવિતાબેન હેમતાજી ઠાકોરભાજપ5700
વોર્ડ -4 પાલજ-ધોળાકુવાભરતભાઇ શંકરભાઇ દિક્ષિતભાજપ5701
વોર્ડ -4 પાલજ-ધોળાકુવાજસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલાભાજપ6566
વોર્ડ -3 24-27-28સોનાલીબેન ઉરેનકુમાર પટેલભાજપ4346
વોર્ડ -3 24-27-28દિપીકાબેન સવજીભાઇ સોલંકીભાજપ4231
વોર્ડ -3 24-27-28ભરતભાઇ મનજીભાઇ ગોહિલભાજપ4087
વોર્ડ -3 24-27-28અંકિત અશ્વિનકુમાર બારોટકોંગ્રેસ5598
વોર્ડ -5 પંચદેવકૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયાભાજપ4544
વોર્ડ -5 પંચદેવહેમાબેન મંથનકુમાર ભટ્ટભાજપ4690
વોર્ડ -5 પંચદેવપટેલ કિંજલકુમાર દશરથભાઇભાજપ4952
વોર્ડ -5 પંચદેવપદમસિંહ ભરતસિંહ ચૌહાણભાજપ4624
વોર્ડ -7 કોલવડા-વાવોલસોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલાભાજપ6394
વોર્ડ -7 કોલવડા-વાવોલકિંજલબેન દિનેશજી ઠાકોરભાજપ5746
વોર્ડ -7 કોલવડા-વાવોલપ્રેમલસિંહ પુંજાજી ગોલભાજપ6581
વોર્ડ -7 કોલવડા-વાવોલપટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈભાજપ6314
વોર્ડ -9 2-3-કુડાસણઅલ્પાબેન કૌશિકભાઈ પટેલભાજપ8293
વોર્ડ -9 2-3-કુડાસણશૈલાબેન સુનિલભાઈ ત્રિવેદીભાજપ7063
વોર્ડ -9 2-3-કુડાસણરાજુભાઈ શંકરલાલ પટેલભાજપ7646
વોર્ડ -9 2-3-કુડાસણસંકેત રમેશભાઈ પંચાસરાભાજપ7296
વોર્ડ -10 6-7-કોબામીરાબેન મિનેષકુમાર પટેલભાજપ8635
વોર્ડ -10 6-7-કોબાતેજલબેન યોગેશકુમાર વાળંદભાજપ8464
વોર્ડ -10 6-7-કોબામહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલભાજપ8637
વોર્ડ -10 6-7-કોબાપોપટસિંહ હેમતુજી ગોહિલભાજપ8509

ચૂંટણી પરિણામ લાઇવ

  • વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતાં મતગણતરી અટકી
  • વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
  • ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતા હાર્યા
  • ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ
  • વોર્ડ નંબર-5 અને 9માં ભાજપની પેનલનો વિજય
  • વોર્ડ 7માં ભાજપની પેનલ આગળ
  • વોર્ડ-3માં પેનલ તૂટી
  • વોર્ડ-3માં ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
  • વોર્ડ 3માં કોંગ્રેસના અંકિત બારોટનો વિજય

ભાજપના કાર્યકર્તાઓ ગેલમાં.

- Advertisement -

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.

કયા વોર્ડની ક્યાં મતગણતરી
વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં 70થી વધુનો સ્ટાફ રહેવાનો છે, જ્યારે વોર્ડ નંબર – 3(સેકટર – 24,27, 28) અને વોર્ડ નંબર – 4(સેકટર – 20, 29, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી – 25)ની મતગણતરી સેકટર – 15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી કરાશે.

એ જ રીતે વોર્ડ નંબર – 5(સેકટર – 9,10, 10A, 10B, 18,19, 20,21, 22,23, 29,30) અને વોર્ડ નંબર – 6(સેકટર – 11,12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપુરા, વાવોલના કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર – 15 કોમર્સ કોલેજમાં 47 EVMની મતગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર – 7(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર – 8(સેકટર 4,5,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરના તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે 54 EVMની મતગણતરી સેકટર – 15ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર – 9(સેકટર – 2,3,3 ન્યૂ ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર – 10 (સેકટર – 1,6,7,8, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી – 6) તેમજ વોર્ડ નંબર – 11( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર – 15 સરકારી કોલેજમાં 93 EVM મશીનની મતગણતરી કરવામાં આવશે.

રાજકીય પક્ષો પણ અસમંજસમાં
મનપાની અગાઉની બે ચૂંટણીમાં કોંગ્રેસ એક વખત જીતી ગઈ હતી તો બીજી વખત સત્તાની નજીક હતી, પરંતુ દરેક વખતે ભાજપ તડજોડની નીતિથી સત્તા પર બેસી ગઈ હતી. ત્યારે આજે સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન એ અંગે રાજકીય પક્ષો પણ અસમંજસમાં છે, કારણ કે નવા સીમાંકનમાં નવાં 18 ગામ અને પેથાપુર નગરપાલિકા આવતાં નવા મતદારો ઉમેરાયા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવતાં ત્રિપાંખિયો જંગ થઈ ગયો હતો, જેને પગલે આ વખતે પરિણામ અણધાર્યાં આવે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા રાજકીય ડ્રામા વચ્ચે સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. બાદમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને સેકટર – 15 ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયાં હતાં.

550 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 31 પીએસઆઇ, 250 પોલીસ કોન્સ્ટેબલ, 120 મહિલા પોલીસ, 50 ટ્રાફિક-પોલીસ 500 પોલીસ જવાનોને સવારથી તહેનાત કરી દેવાયા હતા.

જનતાએ બે વખત તક આપી, પણ કોંગ્રેસ સાચવી ન શકી!
2011માં મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 ઉમેદવારો વિજેતા થયા હતા. ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-2012માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કરી સત્તા ભાજપના ખોળામાં આપી દીધી હતી. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી અનેક મતદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા, જેને પગલે 2016ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેને 16-16 બેઠક મળી હતી. એમાં ભાજપને કુલ 1,29,733 મત, જ્યારે કોંગ્રેસને 1,36,095 મત મળ્યા હતા, એટલે કે એ સમયે પણ કોંગ્રેસ તરફ જનતાનો ઝોક વધુ રહેતાં તેને 6362 મત વધુ મળ્યા હતા. જોકે પોતાના નેતાઓને સાચવી ન શકનારી કોંગ્રેસમાં ફરી પક્ષપલટો થયો હતો, જેમાં પ્રવીણ પટેલ પક્ષપલટો કરીને મેયર બની ગયા હતા અને ફરી સત્તા ભાજપના ખોળામાં જતી રહી હતી.

Exit mobile version