देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

હવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે

12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે.

Abhishek Raghuvanshi10 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

જિલ્લોતાલુકોવરસાદ(મિમી)
નવસારીજલાલપોર103
નવસારીનવસારી62
વલસાડકપરાડા53
અમરેલીઅમરેલી32
વલસાડઉમરગામ16
વલસાડપારડી15
અમદાવાદમાં 3 દિવસમાં વરસાદની આગાહી.
અમદાવાદમાં 3 દિવસમાં વરસાદની આગાહી.

બફારાથી લોકો પરેશાન
આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડીગ્રી વધીને 39.0 ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં 0.4 ડીગ્રી વધીને 28.4 ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.

વિવિધ વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા
અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 38 ડીગ્રી કે એનાથી વધુ નોંધાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં 39.8 ડીગ્રી સાથે ડીસા, 39.7 ડીગ્રી સાથે કંડલા પોર્ટ અને 39.4 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
જે મુજબ 11મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરૂચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

ગોવા, મહારાષ્ટ્ર, સમગ્ર ગુજરાતમાં 11-13 જૂનથી વરસાદનાં એંધાણ
બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતાં એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 461 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 461 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 792 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 793 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 793 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 798 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 798 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 802 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 802 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 803 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 803 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 804 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 804 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 817 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 823 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहले
↑