देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

હર હર મહાદેવ:શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો, કતારબંધ લાઈનમાં ભક્તોએ દર્શન કર્યા

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ઉભટેલા શિવભકતો પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ દિવસ સોમવારે વ્હેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું.

Abhishek Raghuvanshi9 अगस्त 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ દિવસ સોમવારે વ્હેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. વહેલી સવારથી જ ભગવાનના ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. જ્યારે ભીડ એકત્ર ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. જ્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવ ભક્ત પગપાળા ચાલી નર્મદા માતાનુ પવિત્ર જળ લઇ સોમનાથ પહોંચ્યા છે.

સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 4 વાગ્યે ખુલ્યા
આજથી શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવભક્તોમાં દેવાધિ દેવ મહાદેવને શીશ ઝુકાવવા અનેરો થનગનાટ પ્રવર્તી રહેલો હતો. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 4 વાગ્યે ખુલ્યા ત્યારે શિવ ભક્તોનો મોટો સમુહ પરીસરમાં કતારબંધ લાઈનમાં ઉભા હતા. ભક્તોના ‘હર હર મહાદેવ… ૐ નમઃ શિવાય’ના નાદથી પરીસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોનાના નિયમનું પાલન કરતા શિવ ભક્તો કતારબંધ લાઈનમાં મંદિરમાં પ્રવેશ કરી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા.

तस्वीरों में खबर3 फोटो
સોમનાથ મંદિરમાં પ્રવેશ કરવા કતારબંઘ લાઇનમાં ઉભેલા ભકતોમધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી એક શિવ ભક્ત પગપાળા ચાલી નર્મદા માતાનુ પવિત્ર જળ લઇ આવ્યોઘ્‍વજાપૂજા કરી રહેલા નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલ

ઓનલાઈન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે
કોરોના મહામારીને ધ્યાને લઇ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ સહિતના તંત્રએ ભાવિકોને દર્શન માટે અનેક પ્રતિબંધો સાથે નિયમો જાહેર કર્યા છે. જેમાં ઓનલાઈન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે. ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થતી ત્રણ ટાઈમ આરતીમાં ભાવિકોને પ્રવેશ મળી શકશે નહીં. આ સહિતના તમામ નિયમોનું આજે સવારથી સોમનાથ આવતા ભાવિકો પાસે તંત્રએ તૈનાત કરાવેલ સુરક્ષા જવાનો અને સ્ટાફ પાલન કરાવી રહ્યો હતો.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શિવ ભક્ત પગપાળા સોમનાથ આવ્યો
શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે નર્મદા માતાનુ પવિત્ર જળ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવ ભક્ત પગપાળા લઈ પહોચ્યો છે. ઓમકારેશ્વરના કાવડીયા રાજેશબાપુ પગપાળા દોઢ માસનો પ્રવાસ કરી નર્મદા નદીનું જળ કળશમાં ભરી સાથે લઈ આવેલા છે. આજે આ જળ રાજેશ બાપુએ સ્વહસ્તે સોમનાથ મહાદેવને અર્પણ કરી ચડાવ્યુ હતું. કોરોના મહામારીથી ભારત દેશ અને વિશ્વને મુક્ત કરાવે તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે ધ્વજારોહણ થઈ

શ્રાવણ માસના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. બંન્ને મહાનુભાવોએ કોરોના મહામારીથી મુક્તિ અપાવવા અને રાજ્યના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ધ્વજા પૂજાવિધિમાં બંન્નેના પરીવારજનો સાથે રહ્યા હતા.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑