સળગતી આગમાં રેસ્ક્યૂ ઓપરેશન:કડોદરા GIDCની કંપનીની આગમાં કારીગરો જીવ બચાવવા પાંચમા માળે પહોંચ્યા, ફસાયેલા 125 જેટલાનું રેસ્ક્યૂ
ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાનું રેસ્ક્યૂ કર્યું. 2 હાઈડ્રોલિકથી આગમાં ફસાયેલા કારીગરોના જીવ બચાવાયા સુરતમાં કડોદરા GIDCની વિવા પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી.
- 2 હાઈડ્રોલિકથી આગમાં ફસાયેલા કારીગરોના જીવ બચાવાયા
સુરતમાં કડોદરા GIDCની વિવા પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગની ઘટના સમયે મોટી સંખ્યામાં કારગીરો હાજર હતા. જેથી અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે કારીગરો જીવ બચાવવા પાંચમા માળે પહોંચી ગયા હતા. જ્યાંથી જીવ બચાવવા માટે મથી રહ્યા હતા. દરમિયાન ફાયર વિભાગે બે હાઈડ્રોલિક દ્વારા 124 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચવવામાં આવ્યો હતો. જોકે, એક કારીગરે જીવ બચાવવા પાંચમા માળેથી કૂદી ગયો હતો અને નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 15 જેટલા લોકો દાઝી ગયા છે.
આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં આવેલી પાંચ માળની વિવા પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આગથી બચવા કારીગરો દોડાદોડ કરી મુકી
આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને પરોઢિયે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.
જીવ બચાવવા 5મા માળેથી કૂદતા એકનું મોત, એક જીવતો ભુંજાયો
કડોદરા GIDCમાં આગ લાગતા સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
