देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 6 बार पढ़ी गई

સત્તાની સાઠમારી:2017ની વિધાનસભા ચૂંટણીમાં એન્ટી-ઇન્કમ્બન્સીને કારણે ભાજપ 100 બેઠક સુધી પહોંચી શકી નહોતી, 2022માં શું થશે?

ભાજપને 'એન્ટી-ઇન્કમ્બન્સી' અને 'આપ'નો ડર, 17 મહિના પહેલાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈમુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને 'એકસાથે' કામ કરવાની સૂચના ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હજુ 17 મહિના બાકી છે, એ પહેલાં જ સત્તાધારી પક્ષ ભાજપ જોરશોરથી તૈયારીઓ શરૂ કરવા લાગી છે, કેમ કે એને એન્ટી-ઇન્કમ્બન્સી અને આમઆદમી પાર્ટીનો ડર લાગી રહ્યો છે.

Abhishek Raghuvanshi25 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ભાજપને ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ અને ‘આપ’નો ડર, 17 મહિના પહેલાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
  • મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને ‘એકસાથે’ કામ કરવાની સૂચના

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હજુ 17 મહિના બાકી છે, એ પહેલાં જ સત્તાધારી પક્ષ ભાજપ જોરશોરથી તૈયારીઓ શરૂ કરવા લાગી છે, કેમ કે એને એન્ટી-ઇન્કમ્બન્સી અને આમઆદમી પાર્ટીનો ડર લાગી રહ્યો છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠક પણ મળી નહોતી, એનું કારણ પણ એ સમયની એન્ટી-ઇન્કમ્બન્સીની અસર હતી, તેથી જો 2017 જેવી સ્થિતિ સર્જાય તો ભાજપાને જીતવું ભારે પડી જાય એમ હોવાનું અનુમાન કર્યા બાદ ભાજપા એકદમ એક્શન મોડ પર આવી ગઈ છે.

ગુજરાતમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી
ગુજરાત સરકારની કોરોનાની કામગીરી સામે પ્રજાનો રોષ જોવા મળી રહ્યો છે. એની સાથે સાથે ભાજપા સંગઠન અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાની જાણ કાર્યકરોથી લઈને પ્રજા સુધી પણ પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી ગુજરાતમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આવાં બધાં કારણોને લઈને પક્ષનું હાઇકમાન્ડ પણ સક્રિય થઈ ગયું હતું. પરિણામે, ભાજપના ચાણક્ય અમિત શાહથી માંડીને પ્રભારી પણ સતત મુલાકાત કરી ગયા હતા અને પક્ષ તથા સરકારના નેતાઓ સાથે વન ટુ વનથી લઈને ગ્રુપ બેઠકો કરી હતી.

तस्वीरों में खबर3 फोटो
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખને એક સાથે કામ કરવાની સૂચના અપાઈ

ધારાસભ્યોને પ્રજાની વચ્ચે રહેવાની સૂચના
ગુજરાત ભાજપના નેતાઓ સાથેની હાઇકમાન્ડની બેઠકોમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન રાખવાથી લઈને સરકારને પણ મજબૂત કામગીરી પ્રજાલક્ષી નિર્ણયો ઉપરાંત ધારાસભ્યોને પણ પ્રજાની વચ્ચે જઈ સાથે રહેવાની સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપા પ્રમુખ વચ્ચે કોઈ અંતર વિના સાથે સાથે કામ કરવાની તાકીદ કરી હતી.

પક્ષ-પ્રમુખ પાટીલ પણ 23મી જૂને દિલ્હી રવાના થયા હતા
છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપમાં હાલ એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ રાજકીય હલચલ વચ્ચે સોમવારે કમલમમાં પ્રદેશ પ્રમુખ પાટીલની ટીમની પહેલી કારોબારીની બેઠક મળશે. આ કારોબારી બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનની નવરચનાની જેમ સરકારમાં પણ ફેરબદલની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપામાં ભારે હલચલ શરૂ થઈ છે. ભાજપના પ્રભારીથી લઇને પક્ષના ચાણક્ય અમિત શાહે સતત બે દિવસ સુધી બેઠકો કરી હતી. ત્યાર બાદ પક્ષ-પ્રમુખ પાટીલ પણ 23મી જૂને દિલ્હી રવાના થયા હતા.

અમિત શાહે એક બાદ 6 બેઠક યોજતાં રાજકીય માહોલ ગરમાયો
આ પહેલાં 21 અને 22 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે એક બાદ એક 6 બેઠક યોજી હતી.

શાહે 21મીએ રૂપાણી-નીતિન પટેલ સાથે એક કલાક બેઠક યોજી
21મી જૂને અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા. ત્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સાથે બંધબારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી તેમજ આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થવા લાગી છે.

‘આપ’-પાટીદારો મામલે નીતિન પટેલ સાથે અલગથી બેઠક કરી હતી
આ દરમિયાન અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હોવાની વાતથી ભાજપામાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ખાસ કરીને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્ત્વની પુરવાર થઈ શકે છે.

દિલ્હીથી જ શાહ બ્લુ પ્રિન્ટ લઈને આવ્યા
આ પ્રકારનું આયોજન તાબડતોબ કરવામાં આવ્યું હોય એ શક્ય નથી. આ તમામ બેઠકો અને સમીક્ષાના પ્લાનની બ્લુ પ્રિન્ટ અમિત શાહ દિલ્હીથી જ લઈને આવ્યા હતા. ફરક માત્ર એટલો જ હતો કે આ પ્રકારની જાહેરાત અગાઉથી કરાઈ ન હતી.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑