શરમજનક ઘટના:અમદાવાદમાં સિંધુભવન પાસે રહેતી પરિણીતાને પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડી લઈ કપડાં ફાડી નાખ્યાં
પ્રતીકાત્મક તસવીર.
- પરિણીતા જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે માત્ર અંડરવેર પહેરીને યુવક તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો હતો
- યુવકે પરિણીતાના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદના અત્યંત પોશ ગણાતા બોડકદેવના સિંધુભવન વિસ્તારમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટના બની છે. એક પરિણીતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડીને તેનાં કપડાં ફાડી પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી. આ શરમજનક કિસ્સો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ આબરૂ બચાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સિંધુભવન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો એક યુવક દરરોજ શારીરિક રીતે હેરાન કરતો હતો. આ પરિણીતા જ્યારે ઘરેથી બહાર જવા નીકળતી ત્યારે આ યુવક માત્ર અંડરવેર પહેરીને તેની સામે ઊભો રહી જતો હતો, જેથી પરિણીતા તેને ગણકાર્યા વિના ત્યાંથી ઝડપથી નીકળી જતી હતી. આ યુવકે પરિણીતા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેને અચાનક બાથમાં ભીડી લીધી હતી અને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતા. બાદમાં તેણે તેને પોતાના ઘરમાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચીસાચીસ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી.
યુવક તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો હતો
સિંધુભવન પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) વર્કિંગ વુમન છે. તે પોતાના પરિવાર સાથે રહે છે અને તેને બે બાળકો છે. નિશા વર્કિંગ વુમન હોવાથી તે પોતાના સમયે ઘરેથી નીકળે ત્યારે બાળકોને ઘરે મૂકીને જતી હતી. આ સમયે રોજ પાડોશમાં રહેતો યુવક તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો હતો. એટલું જ નહીં, જ્યારે નીશા ઘરની બહાર નીકળે ત્યારે તે તેની સામે અંડરવેર પહેરીને ઊભો રહી જતો હતો, પણ જેમ તેમ કરીને નિશા આ યુવકથી બચીને ત્યાંથી જતી રહેતી હતી. જેથી આ યુવકની હિંમત વધી રહી હતી. યુવકને નિશાના પતિએ આ પ્રકારનું વર્તન નહીં કરવા માટે કહેતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપી હતી કે તને હું ઉપરથી નીચે ફેંકી દઈશ, મારી નાખીશ, તેમ કહીને તે તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
આ વખતે નિશા પોતાનું કામ પૂરું કરીને ઘરે આવતી હતી ત્યારે આ યુવક ત્યાં ઊભો હતો. તેણે નિશાનો હાથ પકડીને તેના ઘર તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ તે યુવક અંડરવેરમાં જ હતો. નિશા આ યુવકથી બચવા પ્રયાસ કરતી હતી ત્યારે યુવકે નિશાએ પહેરેલાં કપડાં ફાડવાનું શરૂ કરી દીધું અને તેને ખેંચીને પોતાના ઘર તરફ ઢસડી જઇ રહ્યો હતો, જેથી નિશા રીતસર પોતાની આબરૂ બચાવવા હવાતિયાં મારી રહી હતી. આ સમયે આસપાસના લોકો ભેગા થયા અને નિશાને જેમ તેમ કરીને પોતાના ઘરે મોકલી હતી. આ સમગ્ર બાબતે નિશાએ હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले