देश की बात, आपके शहर से
Indore32°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ વરદાયિની માતાની સદીઓની પરંપરા મુજબ ‘પલ્લી’ નીકળી, લાખો લિટર ઘીનો અભિષેક થતાં ગામમાં નદીઓ વહી

ગ્રામજનો દ્વારા પલ્લી કાઢવામાં આવી, બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ ન અપાયોપરંપરા મુજબ ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં સદીઓની પરંપરા મુજબ જ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગઈરાત્રે વરદાયિની માતાની 'પલ્લી' કાઢવામાં આવી હતી.

Abhishek Raghuvanshi16 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગ્રામજનો દ્વારા પલ્લી કાઢવામાં આવી, બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ ન અપાયો
  • પરંપરા મુજબ ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી

ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં સદીઓની પરંપરા મુજબ જ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગઈરાત્રે વરદાયિની માતાની ‘પલ્લી’ કાઢવામાં આવી હતી. કોરોનાકાળ પછી વર્ષોની પરંપરા મુજબ, ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી હતી. ત્યારે પલ્લી નીકળે એ પહેલાં ગામમાં આનંદનો માહોલ છવાયો હતો તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

રાત્રે 12 વાગ્યે પલ્લી નીકળી
વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ વરદાયિની માતાની ગઈકાલે નોમની રાત્રે 12 વાગ્યે રૂપાલની પલ્લી નીકળી હતી, જેમાં બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકોએ કોરોનાકાળની ગાઈડલાઈન્સ પ્રમાણે પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. દુનિયાભરમાં પ્રખ્યાત રૂપાલ ગામમાં સદીઓથી નીકળતી પલ્લી માટે સવારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. ખીજડાના ઝાડમાંથી પરંપરા મુજબ પલ્લી તૈયાર કરવામાં આવી હતી.

तस्वीरों में खबर7 फोटो

બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ ન અપાયો
આ વખતે પણ કોરોનાનું ગ્રહણ પલ્લીમાં ગામ બહારના ભાવિ-ભક્તોની હાજરી માટે બાધારૂપ બન્યું હતું. રાત્રે 12 વાગ્યા પછી રૂપાલની પલ્લી નીકળી હતી, જેમાં બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. શરૂઆતમાં પલ્લી તૈયાર થઈ ગયા પછી વિધિવત રીતે માતાજીની ધૂન બોલાવવામાં આવી હતી. ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે, જેમાં સવારથી માંડી રાત્રે પલ્લીની તૈયારી શરૂ કરવામાં આવી હતી. એ બાદ મોડી રાત્રે પલ્લી નીકળી હતી, જે વહેલી સવારે મંદિર પહોંચી હતી.

માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરાયો
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકો જ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. મહત્ત્વનું છે કે માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.

રૂપાલની પલ્લીને ગામમાંથી પસાર થતાં જ સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. સૌકોઈ લોકો પોતાની માનતા પૂર્ણ કરવા ઘીનો અભિષેક કરવા આવી પહોંચ્યા હતા. માતાજીની ઘીનો અભિષેક કરવાનો લહાવો પણ અનેરો છે. મહત્ત્વનું છે કે લાખો લિટર ઘી માત્ર વાલ્મીકિ સમાજના લોકો જ એકઠું કરી શકે છે. ત્યારે ગામમાં સમાજના લોકોએ તગારા ભરી ભરીને એકઠું કરવામાં આવ્યું હતું. રૂપાલ વરદાયિની માતાની પલ્લી સમયે ઘીનો અભિષેક થાય એ સમયે લોકો ઘીથી તરબોળ થઈ ગયા હતા. નોંધનીય છે કે આ ઘીનો એક દાગ પણ કપડાં પર રહેતો નથી. આજે રાત્રે પલ્લી નીકળે એ પહેલાં ગામમાં આનંદનો માહોલ છવાયો હતો તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી
ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વખતે ગ્રામજનો વચ્ચે જ કાઢવામાં આવી.. ગામના લોકોએ પણ પોતાનાં ઘરો કે ચોકમાં જ પલ્લીનાં દર્શન કર્યાં તેમજ મોટી સંખ્યામાં માતાજીની પલ્લીમાં ગ્રામજનો જોડાયાં હતાં.

પલ્લીની લોકવાયકા
રૂપાલ ગામના 27 ચોકમાં પ્રતીકાત્મક રીતે ઘીનો અભિષેક કરાયો હતો. ગામના દરેક ચોકમાં ઘીનાં પીપડાં-ટ્રેક્ટર ભરેલાં રહેતાં, જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. ઉલ્લેખનીય છે કે આ પલ્લીની ઉજવણીના ઇતિહાસની વાત કરીએ તો ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભૂવાજી કૂદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે નરબલિ યજ્ઞ થતો હતો. એ સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય એ ભોગનાં દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમાં ઘી હોમવા જવાનું કહેવાતું હતું.

યજ્ઞમાં બલિના નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને પ્રથા બંધ કરાવી હતી. એ બાદથી હવે ભૂવાજી યજ્ઞમાં કૂદીને બહાર નીકળી જાય છે અને જે બાદ પલ્લીની વિધિ શરૂ થાય છે. રૂપાલ ગામના દરેક સમાજે પલ્લીમાં યોગદાન આપ્યું.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑