લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતા જ કીર્તિદાન ગઢવી પર USમાં ગુજરાતી મહિલાઓએ ડોલરની થપ્પીઓ ઉડાડી
સ્ટેજ પર મહિલાઓ ઝૂમી ઊઠી હતી. નવરાત્રિ પહેલાંથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે, ગઈકાલે એટલાન્ટામાં 8મો લોકડાયરો યોજાયો ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે.
- નવરાત્રિ પહેલાંથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે, ગઈકાલે એટલાન્ટામાં 8મો લોકડાયરો યોજાયો
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી.
લોકગીત અને હિન્દી ફિલ્મોનાં ગીત ગાતાં ગુજરાતીઓ ઝૂમ્યા
અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી અમેરિકામાં લોકડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે.
આ પહેલાં હ્યુસ્ટનમાં ડોલરનો વરસાદ થયો હતો
થોડા દિવસ પહેલાં અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. એમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી છે. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરની ઘોર કરવામાં આવી રહી છે.
નવરાત્રિમાં ગુજરાતીઓ મન મૂકીને રાસ-ગરબા રમ્યા હતા
નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા. ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શેર કર્યાં હતાં. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિદાનનો પહેલો કાર્યક્રમ અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી વગેરે જગ્યાએ લોકડાયરો યોજાયો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले

