રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ:સરકારના સકારાત્મક પ્રતિસાદ બાદ અમદાવાદના ડોક્ટર્સ કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાશે, લેખિત બાંહેધરી સુધી હડતાળ ચાલુ રાખશે
રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળની ફાઈલ તસવીર મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈન્યાયિક માંગણી અંગે સરકારે સંપર્ક કર્યો હોવાની બેઠકમાં થઇ ચર્ચા રાજ્યભરમાં જુનિયર ડોક્ટરો દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે.
- મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈ
- ન્યાયિક માંગણી અંગે સરકારે સંપર્ક કર્યો હોવાની બેઠકમાં થઇ ચર્ચા
રાજ્યભરમાં જુનિયર ડોક્ટરો દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તથા જામનગર સહિતના શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. જોકે સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ સમેટવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હડતાળ મામલે તબીબો સાથે ચર્ચા કરવા સરકારે તેમનો સંપર્ક કર્યો છે. મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈ હતી.
જુનિયર ડોક્ટર્સની હડતાળ સમેટવા સરકારના પ્રયાસ
અમદાવાદમાં જુનિયર ડોકટરોની હડતાળ સમેટવા માટે સરકાર તરફથી બેઠકોનો દોર શરૂ કરાયો છે. બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ડોક્ટર્સને બાંહેધરી આપતા હવે રેસિડેન્ટ ડોક્ટર્સ કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાવા માટે તૈયાર થયા છે. જોકે હજુ પણ તેઓ આરોગ્ય વિભાગ દ્વારા લેખિત બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખશે.
લેખિત બાંહેધરી મળવા સુધી વિરોધ યથાવત રાખશે
આજથી કોવિડ અને ઇમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટરો સારવાર માટે પરત ફરશે. આ વિશે હડતાળ પરના ડોક્ટરે કહ્યું હતું કે, સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જોકે જુનિયર ડોક્ટરોનો વિરોધ અને માંગ હજુ યથાવત રહેશે. આરોગ્ય વિભાગ લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હડતાળ રહેશે યથાવત.
હડતાળ પરના ડોક્ટરોએ સન્માન પત્રો પરત કર્યા
નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 2000 જેટલા રેસિડન્ટ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરની હડતાળના કારણે અનેક દર્દીઓને તકલીફ પડી રહી છે. ત્યારે સોમવારે ડોકટર્સે પોતાના સન્માન પત્ર પાછા આપવા PG ડિન પાસે પહોંચ્યા હતા. બીજી તરફ સરકાર પણ ડોકટરોની અમુક માંગ ગેરવ્યાજબી ગણાવી રહી છે પણ તે વ્યાજબી વાત કરવા તૈયાર હોવાના અણસાર આપી દીધા છે.
બોન્ડના સહિતના મુદ્દે વિવાદ થયો
કોવિડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
