देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

રાજકોટમાં 4 મહિના પહેલા રૂપાણીએ સાયન્સ સિટીની ઈચ્છા વ્યક્ત કરી, કલેકટરે કહ્યું: બાંધકામ પૂર્ણ,ડિસેમ્બરનાં અંતમાં ખુલ્લું મુકાશે

સાયન્સ સિટી સંકુલમાં જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની પણ યોજના છે વિવિધ મોડ્યુલ સાથેનું સાયન્સ સિટી બનતા વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશેશહેરનાં જામનગર રોડ પર સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે રાજકોટમાં આજથી 4 મહિના પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પોતાના હોમટાઉનમાં સાયન્સ સિટી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ પ્રોજેક્ટને પોતાનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો.

Abhishek Raghuvanshi29 नवंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વિવિધ મોડ્યુલ સાથેનું સાયન્સ સિટી બનતા વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
  • શહેરનાં જામનગર રોડ પર સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે

રાજકોટમાં આજથી 4 મહિના પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પોતાના હોમટાઉનમાં સાયન્સ સિટી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ પ્રોજેક્ટને પોતાનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. હાલ આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ટેસ્ટિંગ – ટ્રાયિંગ ચાલી રહ્યું છે અને ડિસેમ્બરનાં અંત સુધીમાં સાયન્સને ખુલ્લું મુકવામાં આવશે

કન્સ્ટ્રક્શન અને ઇમ્પ્લીમેન્ટેશન સહિતની મહત્વની કામગીરી પુરી
આ મુદ્દે કલેક્ટરનાં જણાવ્યા મુજબ, સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કન્સ્ટ્રક્શન અને ઇમ્પ્લીમેન્ટેશન સહિતની મહત્વની કામગીરી પુરી થઈ ચૂકી છે. સાયન્સ સિટી આગામી ડિસેમ્બરનાં અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મુકવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે વહીવટી તંત્ર હાલ રાજ્ય સરકારનાં સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

तस्वीरों में खबर4 फोटो
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુસાયન્સ સિટીમાં 12 જુદા-જુદા પ્રકારનાં મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યાઆ મેગા પ્રોજેક્ટ માટે પહેલા કન્સલન્ટન્ટ તરીકે આર્કિટેકની નિમણુંક કરવાનો વિચાર કરાયો હતોઇશ્વરિયા પાર્ક ડેવલપમેન્ટ અને સાયન્સ સિટી પણ એક નઝરાણું બની રહેવાનું છે

ઇન્ટરેક્શન, નેચર, રોબોટિક્સ એનવાયરમેન્ટ જેવી થીમ સામેલ
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં 12 જુદા-જુદા પ્રકારનાં મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટરેક્શન, નેચર, રોબોટિક્સ એનવાયરમેન્ટ જેવી અલગ-અલગ થીમ સામેલ છે. હાલ આપણે ટેસ્ટિંગ મોડમાં છીએ, અને ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ જ કહી શકીએ કે, કુલ કેટલા મોડ્યુલ કાર્યરત થશે. પરંતુ આયોજન અનુસાર 11 મોડ્યુલ અને વધુ 3 મોડ્યુલ પાછળથી ઉમેરવામાં આવનાર છે. સાયન્સ સિટી માટે થનાર ખર્ચ અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી ન હોવાનું જણાવી ડિસેમ્બરનાં અંત સુધીમાં તેને ખુલ્લું મુકવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

10 હજાર ચોરસમીટર ક્ષેત્રફળમાં સાયન્સ સિટી આકાર લેશે
રાજકોટની ભાગોળે પીકનિક પોઇન્ટ એવા ઇશ્વરિયા પાર્કમાં સાયન્સ સિટીનું નવુ આકર્ષણ થવા જઇ રહ્યું છે. રૂ.100 કરોડના આ મેગા પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે છે. ઇશ્વરિયા પાર્કમાં આશરે 10 હજાર ચોરસમીટર ક્ષેત્રફળમાં સાયન્સ સિટી આકાર લેશે. આ મેગા પ્રોજેક્ટ માટે પહેલા કન્સલન્ટન્ટ તરીકે આર્કિટેકની નિમણુંક કરવાનો વિચાર કરાયો હતો. પરંતુ તેની ફી ખર્ચાળ હોય હવે પ્રવાસન વિભાગના પેનલ આર્કિટેકની મદદ લઇ સાયન્સ સિટીની ડિઝાઇન અને પ્લાન એસ્ટિમેન્ટ બનાવવામા આવી છે.

રાજકોટની શોભા વધારશે
સાયન્સ સિટીની સાથે એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બે વિશાળ પાર્ટી પ્લોટ બનાવવાની પણ યોજના છે. રાજકોટની શોભા વધારે તેવા ચાલતા મેગા પ્રોજેક્ટમાં એઇમ્સ, ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની ભેટ મળી તેની સાથે ઇશ્વરિયા પાર્ક ડેવલપમેન્ટ અને સાયન્સ સિટી પણ એક નઝરાણું બની રહેવાનું છે.

સાયન્સ સિટીની સાથે આ આકર્ષણ પણ જોવા મળશે
ઇશ્વરિયા પાર્કમાં એસેલવર્લ્ડ કે ઇમેજિકા જેવો એક પાર્ક બને તે માટે એન્ટરટેઇનમેન્ટ કંપનીઓને પણ આમંત્રિત કરવામા આવશે. બી.ઓ.ટી.ના ધોરણે આ યોજના પણ સાકાર કરવાનું આયોજન છે. વધુમાં સાયન્સ સિટી સંકુલમાં જ એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બે વિશાળ પાર્ટી પ્લોટ બનાવવાની પણ યોજના છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑