देश की बात, आपके शहर से
Indore22°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

રાજકીય દાવપેચ શરૂ:ખોડલધામ ખાતે લેઉવા-કડવા સમાજના અગ્રણીઓની બેઠક મળી, વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદારોનો હુંકાર, નરેશ પટેલ કહ્યું – આગામી CM પાટીદાર હોય એવી ઇચ્છા છે

ત્રીજા પક્ષના નરેશ પટેલના મુખેથી વખાણ, ચૂંટણી પૂર્વે ગર્ભિત ઇશારો?ભાજપની બેઠક પહેલા જ લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો મળશેબેરોજગારી અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશેઃ આર.પી.પટેલ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમરકસી રહ્યો છે.

Abhishek Raghuvanshi12 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ત્રીજા પક્ષના નરેશ પટેલના મુખેથી વખાણ, ચૂંટણી પૂર્વે ગર્ભિત ઇશારો?
  • ભાજપની બેઠક પહેલા જ લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો મળશે
  • બેરોજગારી અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશેઃ આર.પી.પટેલ

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમરકસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે – કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.

મિટિંગમાં રાજકીય ચર્ચા પણ હશે
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે​​​​​​​ ​​​​​​​​​​​​​​વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા ઉંઝા ખાતે માં ઉમિયાના દર્શન કરવા કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. એ વખતે અમારા ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી.ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવતા મિટિંગ થઈ શકી નહીં માટે આજે કાગવડ ખાતે અમારા ભાઈઓ આવી રહ્યા છે. આજે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમાજના વિકાસની વાત પણ કરવામાં આવશે અને રાજકીય ચર્ચા પણ હશે. જો પાટીદાર સમાજ સાથે અન્યાય થયો હશે તો તેની પણ ચર્ચા થશે.

तस्वीरों में खबर5 फोटो

પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે તે કહેવું મુશ્કેલ છે
વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, જરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તે વિશે ચર્ચા કરશું અને અમારા જે અધિકાર બને છે તેની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે..અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે તેની જરૂર થઈ ચર્ચા કરવામાં આવશે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષ સ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ 15 મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે કદાચ કોરોનાની ત્રીજી લહેર પણ આવી જાય એટલે પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે તે કહેવું મુશ્કેલ છે.

કોરોના કાળમાં ક્યાંકને ક્યાંક તંત્ર ફેલ થયું છે
વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ક્યાંકને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે. તેનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે તેવું મને લાગે છે.આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે તેનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે. પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. આગામી CM પાટીદાર સમાજનો હોય એવી અમારી ઈચ્છા છે.

બેઠકને લઈ રાજકીય માહોલ ગરમાયો
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા આજે મળેલી બેઠક સમાચારથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂંક બાબતે ચર્ચા થશેઃ આર.પી.પટેલ
આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં 6 સંસ્થાના કન્વીનર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક 6 સંસ્થાઓના અગ્રણીઓની બેઠક છે. આ કમિટી પિરિયોડિકલી મળતી હોય છે. તેમાં સમાજના પ્રશ્નોની અને સરકાર લેવલે રજૂઆત કરવાની હોય તો તે મુદ્દે ચર્ચા થાય છે. આવતીકાલની બેઠકમાં બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂંક પડતર રહી છે, એટલે એ બાબતે ચર્ચા થશે. તેમજ કોરોનામાં ભાંગી પડેલા વેપાર-ધંધા પર પર ચર્ચા કરાશે. હાલ ચૂંટણીની ચર્ચા અત્યારના તબક્કે અસ્થાને છે. જો કે બેરોજગારી મામલે પણ ચોક્કસ ચર્ચા થશે, ત્યાર બાદ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન થશે
આજે ખોડલધામ મંદિર ખાતે ચાલી રહેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠકમાં આમ તો અનેક મુદ્દે ચર્ચા થવાની છે પરંતુ મહત્ત્વનો મુદ્દો એ પણ ચર્ચામાં અગ્રસ્થાને રહેવાનો છે કે ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે. નરેશભાઈ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખોડલધામના ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે મા ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા ત્યારે સીદસર મંદિરના ટ્રસ્ટીઓને ખોડલધામ દર્શનાર્થે આવવાનું આમંત્રણ આપ્યું હતું જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો મા ખોડલના આંગણે એકત્ર થયા છે. આ બેઠકમાં ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને ટૂંક સમયમાં મૂર્તિ બિરાજમાન થઈ જશે તેવી સંભાવના પણ નરેશભાઈએ વ્યક્ત કરી હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 461 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 461 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 792 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 793 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 793 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 798 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 798 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 802 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 802 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 803 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 803 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 804 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 804 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 817 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 823 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहले
↑