देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

મંત્રીઓની બેઠક મળશે:આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન વિશે તથા ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા મંથન થશે

અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છેગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે.

Abhishek Raghuvanshi6 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે
  • ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરાશે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા પણ વિચારણા થશે.

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવ્યો
હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં ગુજરાતની જનતાને તાઉ તે વાવાઝોડાથી નુકસાન ભોગવ્યું હતું, તાઉ તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ તથા તાઉ તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે.

तस्वीरों में खबर2 फोटो
શપથ લીધા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ વાળા વિસ્તારોની મુલાકાત લીધી હતીતાઉ તે વાવાઝોડુ અને સપ્ટેમ્બરના ભારે વરસાદમાં ખેડૂતોનો પાક ધોવાયો

સરકારે વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય ચૂકવી
સરકારે ગીર-સોમનાથમાં 70 હજાર 481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી, 40 હજાર 698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય અને 1 લાખ 2 હજાર 625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ જ્યારે અમરેલી જિલ્લામાં 53 હજાર 254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49 હજાર 594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3 લાખ 7 હજાર 521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ અન્ય જિલ્લા ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશ રાખી બેઠા છે.

સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન
બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જામનગર એ રાજકોટ પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલા વરસાદે ભયવાહ તારાજી સર્જી છે તેનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે. ટુંક સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કરે છે અને ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે.

ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંથન
રાજ્યમાં ધોરણ 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયાં છે. ત્યારે હવે દિવાળી બાદ રાજયમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારને રજુઆતો મળી રહી છે. આજે મળી રહેલી કેબિનેટની બેઠકમાં પણ આ વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટે મંથન થઈ શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે આ અંગે ચર્ચા વિચારણા થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે સ્કૂલોમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેની સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ જ છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 462 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 462 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 793 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 794 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 794 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 799 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 799 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 803 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 803 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 804 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 804 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 805 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 805 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 818 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 822 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 822 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 824 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 824 दिन पहले
↑