देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ભાસ્કર એનાલિસિસ:ગુજરાતમાં આ ઝડપે વેક્સિનેશન થશે તો હર્ડ ઇમ્યુનિટી મુશ્કેલ… આમને આમ તો 2 વર્ષ લાગી જશે, ત્રીજી લહેરનો પણ સામનો કરવો પડશે!

અત્યારસુધી 6%ને જ 2 ડોઝ મળ્યા, જરૂરિયાત 70%ને બંને ડોઝની...આજથી અમદાવાદમાં PPP ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, 1000 રૂપિયા આપો, રસી લો1.60 કરોડ કુલ રસીકરણ થતાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે છે દેશમાં વેક્સિનેશનમાં ગુજરાત ચોથા ક્રમે છે, પણ હાલ જે ઝડપે રસીકરણ ચાલી રહ્યું છે એ જોતાં રાજ્યની 70 ટકા વસતિને બન્ને ડોઝ મળતાં અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે.

Abhishek Raghuvanshi27 मई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અત્યારસુધી 6%ને જ 2 ડોઝ મળ્યા, જરૂરિયાત 70%ને બંને ડોઝની…
  • આજથી અમદાવાદમાં PPP ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, 1000 રૂપિયા આપો, રસી લો
  • 1.60 કરોડ કુલ રસીકરણ થતાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે છે

દેશમાં વેક્સિનેશનમાં ગુજરાત ચોથા ક્રમે છે, પણ હાલ જે ઝડપે રસીકરણ ચાલી રહ્યું છે એ જોતાં રાજ્યની 70 ટકા વસતિને બન્ને ડોઝ મળતાં અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે. જોકે અમદાવાદમાં ગુરુવારથી ડ્રાઈવ થ્રુ પીપીપી ધોરણે 1000 રૂપિયામાં વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ મળે એ જરૂરી છે.

40 લાખને જ બીજો ડોઝ મળ્યો
રાજ્યમાં અત્યારસુધી 1.60 કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે, જે કુલ વસતિના 23% થાય છે, જેમાંથી 1.20 કરોડને પહેલો ડોઝ, જ્યારે 40 લાખને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. 18% વસતિને પહેલો ડોઝ મળી ગયો છે, જ્યારે માત્ર 6% લોકોને જ બન્ને ડોઝ મળ્યા છે. નેશનલ પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટના અંદાજ મુજબ, 2021માં ગુજરાતની કુલ વસતિ 6.79 કરોડ થઇ હશે, જેમાંથી પુરુષો 3.55 કરોડ, મહિલાઓ 3.23 કરોડ હશે. પ્રોજેક્શન મુજબ, 18થી 45 વર્ષની વયજૂથમાં 3.10 કરોડ વસતિ હોવાનો અંદાજ છે. 45 વર્ષથી વધારેની ઉંમરમાં 1.82 કરોડ વસતિ હોવાનો અંદાજ છે.

સૌથી વધુ રસીકરણ બનાસકાંઠામાં
અમદાવાદ શહેરમાં વસતિ મુજબ પહેલા ડોઝ માટે 16 %, જ્યારે બીજા ડોઝ માટે 5 % રસીકરણ કરવામાં આવ્યું છે. પહેલા ડોઝમાં વડોદરામાં 29 %, જ્યારે રાજકોટમાં 24 % રસીકરણ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ રસીકરણ બનાસકાંઠા જિલ્લામાં થયું છે. બનાસકાંઠામાં કુલ વસતિના 21%ને પહેલો ડોઝ, જ્યારે 4.7 %ને બીજો ડોઝ અપાયો છે.

એકપણ શહેરમાં બંને ડોઝની ટકાવારી 8થી વધુ નહીં

શહેરવસતિપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
અમદાવાદ80 લાખ13 લાખ164 લાખ5
સુરત65 લાખ9.60 લાખ142.75 લાખ4
વડોદરા20 લાખ5.85 લાખ291.80 લાખ9
રાજકોટ18 લાખ4.40 લાખ241.30 લાખ7.2
ભાવનગર8 લાખ1.60 લાખ2063 હજાર7.8
જામનગર7 લાખ1.55 લાખ2248 હજાર6.9
જૂનાગઢ4 લાખ65 હજાર1628 હજાર7

​​​​​​​કોરોના વિરુદ્ધ 70% વસતિમાં રોગપ્રતિકારક શક્તિ જરૂરી’

કોરોનાની સામે હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વસતિમાં રોગપ્રતિકારક શક્તિ હોવી જોઇએ. આ ઉપરાંત રસીનો એક ડોઝ લીધો હોય તેવી વ્યક્તિને ઇમ્યુનાઇઝ્ડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ મેળવી લીધેલી ન ગણી શકાય, એ માટે બન્ને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. – ડૉ. તેજસ પટેલ, સિનિયર કાર્ડિયોલોજિસ્ટ (કોવિડ ટાસ્કફોર્સ).

70% રસીકરણનું ગણિત

  • 6.80 કરોડ અંદાજિત વસતિ
  • 4.76 કરોડ (કુલ વસતિના 70%)
  • 9.52 કરોડ કુલ ડોઝની જરૂર – (એક વ્યક્તિને બે લેખે)
  • 60 લાખ મહિને સરેરાશ રસીકરણ
  • 2 વર્ષ લાગશે 70%ના રસીકરણમાં

18થી 45 વર્ષમાં માત્ર 8% લોકોનું રસીકરણ

  • હાલની સ્થિતિ – રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથમાં અંદાજે 3.10 કરોડ વસતિ છે. અત્યારસુધીમાં આ વયજૂથમાં 25 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે માત્ર 8 ટકાને જ.
  • સંભાવના – દૈનિક એક લાખને રસી આપવાનું લક્ષ્ય છે. જો આ લક્ષ્યાંક જળવાયેલો રહે તો 15 જૂન સુધી કુલ 45 લાખ આસપાસ લોકોને રસી અપાઇ જશે, એટલે કે 15% આસપાસ થશે.

45+ના 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા

  • હાલની સ્થિતિ – 1.82 કરોડ લોકો 45 વર્ષથી ઉપરના છે. અત્યારસુધી 1.35 કરોડનું રસીકરણ ​​​​​​​થયું છે, એટલે કે લગભગ 75% લોકોના, જેમાંથી 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા છે.
  • સંભાવના – આ ગતિએ આગામી 20 દિવસમાં 1.15 કરોડ લોકોને પહેલો ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં 63 ટકા હશે. 40 લાખને બન્ને ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં અંદાજે 21 ટકા હશે.
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑