ભાજપની ‘અંદર કી બાત’:ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ, મોડી રાતે નારાજ મંત્રીઓને ભાજપ હાઇકમાન્ડનો ધમકીની ભાષામાં આદેશ
નારાજ મંત્રીઓને મનાવવા દિવસભરની કવાયત નિષ્ફળ જતાં મધરાતે મામલો દિલ્હી સુધી પહોંચ્યો ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં નારાજગી અને અસંતોષના સૂર આજે સવારથી જ બદલાઈ ગયા હતા અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠરે એવો માહોલ જોવા મળ્યો હતો.
- નારાજ મંત્રીઓને મનાવવા દિવસભરની કવાયત નિષ્ફળ જતાં મધરાતે મામલો દિલ્હી સુધી પહોંચ્યો
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં નારાજગી અને અસંતોષના સૂર આજે સવારથી જ બદલાઈ ગયા હતા અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠરે એવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે દિવસ દરમિયાનની અટકળો વિરોધ અને અફવાઓ બાદ મધરાતે ભાજપ હાઇકમાન્ડ અને ગુજરાત આવેલા હાઇકમાન્ડના દૂત સાથે સતત ચર્ચાઓ બાદ નારાજ મંત્રીઓને કડક શબ્દોમાં કહી દેવાયું કે ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ. આ આદેશને પગલે ગુજરાત ભાજપનો ઊકળતો ચરુ સવારથી શાંત થઈ ગયો હતો.
પહેલા જ્ઞાતિના જોરે ધમકી, પછી શિરોમાન્ય હોવાનું રટણ
ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળિયા એવા ભૂપેન્દ્ર પટેલને મૂકવામાં આવતાં સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે આખો દિવસ જૂના મંત્રીઓમાંથી એકપણને રિપીટ નહીં કરાય એવી વાતો વહેતી થતાં સિનિયર મંત્રીઓએ મંત્રીપદ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા. આ મામલે ગુજરાત આવેલા ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે ભાજપે નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવા માટે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી. તેમ છતાં કેટલાક મંત્રીઓએ પોતાના સમાજ અને જ્ઞાતિના જોરે મંત્રીપદ મેળવવા માટે વડાપ્રધાન સુધી રજૂઆતો અને પત્રો લખ્યા હતા. એટલું જ નહીં, ભાજપના સિનિયર આગેવાનો સમક્ષ ધમકીની ભાષામાં પણ રજૂઆતો કરાઈ હતી.
નારાજ નેતાઓને પગલે શપથવિધિ મોકૂફ રખાઈ હતી?
નવા મંત્રીમંડળની શપથવિધિ જે ગઈકાલે થવાની હતી એને મોકૂફ રાખીને આજે રાખવામાં આવી હતી. પરિણામે, ગઈકાલે મોડી રાત સુધી ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશના સિનિયર નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નારાજ મંત્રીઓને શાનમાં સમજાવી દેવાયા કે ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જવું. હાઈકમાન્ડનો આદેશ નારાજ મંત્રીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા બાદ તમામ રિસાયેલા મંત્રીઓ શાંત થઈ ગયા હતા અને આજે સવારથી પક્ષનો આદેશ શિરોમાન્ય હોવાનું રટણ શરૂ કરી દીધું હતું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
