देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

બોગસ બિલિંગ કૌભાંડ:GSTના 36 કંપનીના 71 સ્થળે દરોડા, 2ની ધરપકડ; 1741 કરોડના ખોટા વ્યવહારો કરી 319 કરોડ ITC મેળવવાનું કૌભાંડ પકડાયું

ભાવનગરના અફ્ઝલ અને પ્રાંતિજની મીના રાઠોડની ધરપકડ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાયા સ્ટેટ જીએસટી વિભાગની 80 ટીમે 36 કંપનીઓના 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડા પાડ્યા હતા. જેમાં ભાવનગરના અફ્ઝલ સાદિકઅલીની રૂ.

Abhishek Raghuvanshi10 जुलाई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ભાવનગરના અફ્ઝલ અને પ્રાંતિજની મીના રાઠોડની ધરપકડ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાયા

સ્ટેટ જીએસટી વિભાગની 80 ટીમે 36 કંપનીઓના 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડા પાડ્યા હતા. જેમાં ભાવનગરના અફ્ઝલ સાદિકઅલીની રૂ. 739 કરોડ, પ્રાંતિજના મીનાબહેન રાઠોડની રૂ. 577 કરોડના બોગસ બિલિંગમાં ધરપકડ કરાઈ છે.

સ્ટેટ જીએસટીએે શુક્રવારે રાજ્યના 36 કંપનીઓ, પેઢીઓ અને બોગસ બિલિંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન ધંધા તેમજ રહેઠાણ મળીને 71 સ્થળોએ દરોડા પાડ્યા હતા. માધવ કોપર દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ દ્વારા આઇટીસી મેળવવામાં આવતી હોવાનું જીએસટીના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેના આધારે જીએસટીના અધિકારીઓએ માધવ કોપરના સ્થળે તેમજ તેની પાસેથી બોગસ બિલોની ખરીદી કરતા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા.

સ્થળ તપાસમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડીજીટલ ડેટા મળી આવ્યો છે. માધવ કોપરને ત્યાંથી મળી આવેલા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ માધવ કોપર દ્વારા રૂ. 425 કરોડની ખરીદી દર્શાવી આશરે રૂ. 75 કરોડની બોગસ આઇટીસી દ્વારા કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય બિલિંગ ઓપરેટર્સના સ્થળોએ તપાસમાં મીનાબહેન રંગસિંહ રાઠોડ અને અફ્ઝલ સાદિકઅલી સવજાણીના રહેઠાણના સ્થળોએ પણ તપાસની કાર્યવાહી સમાંતર રીતે કરવામાં આવી હતી. પ્રાંતિજના મીનાબહેન રાઠોડે કુલ રૂ. 577 કરોડના બોગસ બીલીંગ દ્વારા રૂ. 109 કરોડની આઇટીસીનું કૌભાંડ આચર્યું હતું. ભાવનગરના અફ્ઝલ સવજાણીએ 25 બોગસ પેઢીઓ બનાવીને રૂ. 135 કરોડની આઇટીસી ઘર ભેગી કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાયા છે.

ખોટાં નામોએ GST નંબર મેળવ્યો હતો
પ્રાંતિજના મીનાબહેન રાઠોડ દ્વારા 32 જેટલા સ્થાનિક લોકોને લોન આપવા તેમજ અન્ય લાલચ આપીને બહાને તેમના દસ્તાવેજો મેળવી લીધા હતા. 24 લોકોના દસ્તાવેજના આધારે મીનાબહેન અને સાદિકઅલી સવજાણી દ્વારા જીએસટી નોંધણી નંબર મેળવ્યા હતા. મોટા ભાગના નાણાંકીય ભીડ તેમજ જીએસટી અંગે જ્ઞાન ન હોય તેવા લોકોને આમને ટાર્ગેટ બનાવ્યા હતા. જીએસટી નોંધણી માટે પણ તેમણે આ લોકોના મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો.

અમદાવાદમાં 17 સહિત 71 સ્થળે દરોડા
જીએસટી વિભાગની 80 ટીમ દ્વારા ભાવનગરમાં 42, અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 5, સુરતમાં 4, રાજકોટમાં 2 અને પ્રાંતિજમાં 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑