देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

પેથાપુર ગૌશાળા નજીક તરછોડાયેલા દોઢ વર્ષના બાળકની સારસંભાળની માહિતી મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

ભાજપનાં કોર્પોરેટર બાળકની સંભાળ લઈ રહ્યાં છે.

Abhishek Raghuvanshi9 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બાળકને તરછોડનાર શખસની શોધખોળ માટે LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લાગી
  • ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. હવે ગૃહ મંત્રી પણ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકની સાર સંભાળની માહિતી મેળવવા પહોંચી ગયાં છે.

ભાજપના કોર્પોરેટર બાળકની સંભાળ રાખી રહ્યા છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખસને જલદી જ પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે. જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં પહોંચી બાળકની સારસંભાળ અંગે માહિતી મેળવી હતી.

હજી સુધી બાળકનાં માતા-પિતાની જાણ થઈ નથી
નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર પાસેના પેથાપુર નજીક ગૌશાળા પાસે શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે, પરંતુ હજી સુધી આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે એ સવાલ ઊઠી રહ્યો છે. બાળકનેને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ તો CCTVના આધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકની પ્રાથમિક તબક્કે પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરાવી છે. જોકે જોતાં જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા નરરાક્ષસનો જીવ કેમ ચાલ્યો હશે એ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એવામાં બાળકને શા માટે મંદિરમાં મૂકી દેવાયું એ અંગે ઊભા થયા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

CCTVમાં એક શખસ બાળકને લઈ જતો દેખાય છે.
CCTVમાં એક શખસ બાળકને લઈ જતો દેખાય છે.

સોસાયટીના રહીશોએ બાળકને જોયા બાદ પોલીસને જાણ કરી
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પોલીસે તપાસ હાથ ધરી છે. આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જવાયું છે. કોણ મૂકી ગયું અને કયા કારણસર મૂકી ગયું એ તપાસ અને કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો એ પણ તપાસીશું. સોસાયટીના રહીશોએ જોયા બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. અમે મીડિયા મારફત લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ માહિતી હોય તો અમને જાણ કરે. જલદીમાં જલદી બાળકને તેનાં માતા-પિતા મળી જાય એવો અમારો પ્રયાસ રહેશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 462 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 462 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 520 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 569 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 793 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 794 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 794 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 799 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 800 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 803 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 803 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 804 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 804 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 805 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 805 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 818 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 822 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 822 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 824 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 824 दिन पहले
↑