देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

પૂર્વ CMના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. કથીરિયાનું અપમાન, પહેલી હરોળમાં બેઠા તો છેલ્લી લાઇનમાં બેસવા રૂપાણીએ જ સૂચના આપી

ડૉ.

Abhishek Raghuvanshi11 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ડૉ. વલ્લભ કથીરિયાને પહેલા નીચે બેસાડ્યા પછી સ્ટેજ પર બોલાવ્યા હતા
  • વિજય રૂપાણી પર સિનિયર નેતાની અવગણના કરવાનો આક્ષેપ, પાટીદાર સમાજ સહિત વફાદાર કાર્યકરોમાં જબરો આક્રોશ ફેલાયો

તાજેતરમાં રાજકોટમાં હાલ પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો. હાલ આ ઘટનાનો એક વીડિયો અને મેસેજ વાઇરલ થયો છે. એ વીડિયોમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના દિગ્ગજ પાટીદાર અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાને પહેલા નીચે બેસાડવામાં આવે છે. ત્યાર બાદ તેઓ વિજય રૂપાણીને મળવા માટે આવે છે, તેમની બાજુમાં બેસે છે, પરંતુ તેઓ તેમને ત્યાં બેસવાની મનાઈ કરે છે અને અંતે, છેલ્લી લાઈનમાં બેસવા ખુદ વિજય રૂપાણી ડો.વલ્લભ કથીરિયાને સૂચના આપી હોવાની ચર્ચા થઈ રહી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીનું અપમાન
આ ઘટનાને પગલે વિજય રૂપાણીએ સિનિયર નેતાની અવગણના કરતાં પાટીદાર સમાજ સહિત વફાદાર કાર્યકરોમાં જબરો આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે પહેલી હરોળમાં નીતિન ભારદ્વાજને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રીનું અપમાન કરવામાં આવ્યું હોય એવો મેસેજ અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

तस्वीरों में खबर2 फोटो
છેલ્લી લાઇનમાં બેસવા ખુદ વિજય રૂપાણી ડો.વલ્લભ કથીરિયાને સૂચના હોવાની ચર્ચાસ્ટેજ પર અને નીચે બેઠેલા મોટા ભાગના લોકોએ માસ્ક નથી પહેર્યાં તો ઘણાએ દાઢી પર રાખ્યા હતા.

ભાજપના કાર્યકરોમાં આક્રોશ
આ વીડિયોને પગલે પાટીદાર સમાજ સહિત ભાજપના જૂના અને વફાદાર કાર્યકરોમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. વાઇરલ વીડયો અને મેસેજમાં નીતિન ભારદ્વાજને વિજય રૂપાણીના અંગત તરીકે સંબોધવામાં આવ્યા છે અને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું પક્ષની વફાદારીથી નેતૃત્વની લાયકાત બને છે એવો સવાલ ભાજપના અસંખ્ય કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યો છે. હાલ આ વીડિયો અને ડો. કથીરિયાનું અપમાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
ઉલ્લેખનીય છે કે આજથી 3 દિવસ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યાં હાલ વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો. એ વખતે 1500 જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.

‘નેતા માટે બધી છૂટ’ની ચર્ચા શરૂ
રાજકોટમાં નવરાત્રિને લઇને કોર્પોરેશન અને પોલીસ ટીમે માગ્દર્શિકા જાહેર કરી છે. એ અનુસંધાને 400 વ્યકિતની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. આ ઉપરાંત દરેક વ્યકિતએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. જ્યારે ઋણ સ્વીકાર સમારોહમાં 1500થી વધુ લોકો હાજર રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત લોકોના વેક્સિનેશનના સર્ટિફિકેટનું ચેકિંગ પણ કરવામાં આવ્યું ન હતું. લોકોને નહીં પણ, ‘નેતા માટે બધી છૂટ’ એવી ચર્ચા શરૂ થઈ હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 461 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 461 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 792 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 793 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 793 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 798 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 798 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 802 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 802 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 803 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 803 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 804 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 804 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 817 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 823 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहले
↑