देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

પિટિશન:પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવા બદલ ભાજપ-પ્રમુખ પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઇકોર્ટમાં પિટિશન

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ( ફાઈલ ફોટો) ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર.

Abhishek Raghuvanshi15 अप्रैल 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરાઈ
  • સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન”ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા
  • જાહેરહિતની અરજીમાં “ફાર્મસી એકટ 1949″ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી
  • સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ઈન્જેક્શન ક્યાંથી લાવ્યાં એ પાટીલને પૂછો

ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.

तस्वीरों में खबर5 फोटो
પરેશ ધાનાણી ( ફાઈલ ફોટો).ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ( ફાઈલ ફોટો).સુરતમાં ભાજપે ગેરકાયદે વિતરણ કરેલાં ઈન્જેક્શન લેવા માટે લાંબી લાઈન લાગી હતી.લોકો ઈન્જેક્શન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા.ભાજપે વિતરણ કરેલાં ઈન્જેક્શન ઝાયડસનાં જ હતાં.

પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા આપી શકે નહીં
વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં “ફાર્મસી એક્ટ 1949″ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.

સરકારમાંથી એકપણ ઈન્જેક્શન આપ્યું નથીઃ CM
રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.

સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

સુરતના વકીલે પાટીલ વિરુદ્ધ ભુજના પોલીસ સ્ટેશનમાં અરજી કરી
ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવાને લઈ સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ભુજના પોલીસ સ્ટેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરોધ અરજી દાખલ કરવામાં આવી છે. એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા? રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.

ઈન્જેક્શન લેવા જનારા સંક્રમિત થાય છે
નૈષધભાઈ દેસાઈ (સુરત કોંગ્રેસ-પ્રમુખ)એ જણાવ્યું હતું કે અમે 6 એપ્રિલથી ત્રણ-ત્રણ આવેદનપત્ર આપ્યા હતા. કોરોના સામે સંજીવની સમાન રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી. લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે, જેને લઈ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. બીજી બાજુ, ભાજપ પ્રદેશ-અધ્યક્ષ 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો લાવી ભાજપ કાર્યાલય ઉપરથી ફ્રીમાં વહેંચી રહ્યા છે, એટલે સરકાર અને પક્ષનો રસ્તો જુદો છે, એ સાબિત થાય છે. સરકારે હેલ્થ અને એજ્યુકેશનને વેપાર બનાવી દીધો છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે.

વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે
તુષાર ચૌધરી (પૂર્વ કેન્દ્રીય મંત્રી)એ જણાવ્યું હતું કે કોરોનાને એક વર્ષ પૂરું થયું છે. આ વધુ તીવ્ર હુમલો અનુભવી રહ્યા છીએ. વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે. ઓક્સિજન, વેન્ટિલેટર, દવા મળતાં નથી. જો એક ઇન્જેક્શન માટે દર્દીનો આધારકાર્ડ જરૂરી હોય તો સાંસદને 5000 ઇન્જેક્શન મળ્યાં કઈ રીતે એ એક પ્રશ્ન છે. 5 હજાર ઇન્જેક્શનમાં 715 દર્દીને જ સંપૂર્ણ સારવાર મળી શકે છે. અમારી સરકારને વિનંતી છે કે,5 લાખ ઇન્જેક્શન મગાવી દરેક દર્દીઓને ફ્રીમાં આપે.

અમે પણ વિતરણ કરવા તૈયાર
કદીર પીરઝાદા (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે હું પણ 5 હજાર ઇન્જેક્શન લેવા તૈયાર છું. IMA દ્વારા દરેક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રીમાં આપવા માગું છું. મને પણ ઇન્જેક્શન આપો, હું સાંસદની કામગીરીને આવકારું છું, પણ આને પાર્ટી પ્રચારનું કેન્દ્ર ન બનાવવું જોઈએ, હાલ દરેક સ્મશાનગૃહની ભઠ્ઠીઓ ઓગળી રહી છે; એને શાંત અને ઠંડી પાડવા સાથે મળીને કામ કરવું જોઈએ, હું આજે પણ ચર્ચા કરવા તૈયાર છું.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑