देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં ખોડલધામ ‘નરેશ’થી અળગો રહ્યો ભાજપ; કાર્યક્રમોમાં આપ અને કોંગ્રેસના નેતા દેખાયા

નરેશ પટેલે સરદાર સાહેબની શીખ યાદ કરાવી હતી. નરેશ પટેલે સંબોધનમાં કહ્યું, ''ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહનું કાળજું રાખજો'' ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે.

Abhishek Raghuvanshi27 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • નરેશ પટેલે સંબોધનમાં કહ્યું, ”ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહનું કાળજું રાખજો”

ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ રાજકીય રીતે પણ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને લેઉવા પટેલોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કામધંધો એક દિવસ માટે બંધ કરવો હોય તો બંધ કરી દેજો, પરંતુ આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજો.

આમંત્રણ અપાયા
ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલ દિવસ પર અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહીને પટેલોને આમંત્રણ આપતા રહ્યા હતા, પરંતુ એકપણ વખત તેમણે કડવા પાટીદારો વિશે એક શબ્દ બોલ્યા નહોતા. તેમણે એકપણ વખત એવી વાત ના કરી કે કડવા અને લેઉવા એટલે કે મા ખોડિયાર અને ઉમાના તમામ ભક્તો હાજર રહેજો. એ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતા દેખાયા હતા. સામાન્ય રીતે હંમેશાં જ્યારે પણ પાટીદારોની વાત આવે છે ત્યારે લેઉવા અને કડવા પાટીદારોને એક કરવા માટેના પ્રયાસો થાય છે. મા ઉમા ખોડલ બોલીને આ બંનેને એક કરવા માટેના પ્રયાસો કરતા હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જોવા મળ્યું કે નરેશ પટેલ પોતે જ પોતાના પ્રવાસ દરમિયાન એકપણ વખત આ શબ્દનો ઉપયોગ ના કર્યો.

तस्वीरों में खबर2 फोटो
લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.ભાજપ સિવાયના પક્ષના નેતાઓ હજાર રહ્યા હતા.

સરદાર સાહેબને યાદ કરાયા
રાજકીય રીતે પાટીદારોને લઈને છેલ્લા ઘણા દિવસથી જે પ્રકારની ઊથલપાથલ રાજકીય માહોલમાં જોવા મળી રહી છે. એ જોતાં ખોડલધામનો કાર્યક્રમ અતિમહત્ત્વનો બની રહેશે. નરેશ પટેલ જે પ્રકારનાં નિવેદનો આપતા હોય છે એ જોતાં રાજ્ય નિષ્ણાતો પણ માને છે કે તેઓ બંધમુઠ્ઠી લાખની માને છે. તેઓ સ્પષ્ટપણે ક્યારેય પણ કોઈ ફોડ પડતા નથી. તેમણે ગર્ભિત રીતે સમગ્ર પ્રવાસ દરમિયાન એક વાતનું સતત રટણ કરતા દેખાયા કે સરદાર પટેલ સાહેબે આપણને કહ્યું છે કે ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહ જેવું કાળજું રાખજો. આવા નિવેદનમાં તેઓ રાજકીય રીતે શું ઘરની વાત ઘરમાં રાખવા માગી રહ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપના નેતાઓ ન દેખાયા
પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પ્રયાસો કરી રહી છે, પરંતુ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા દેખાયા તેમજ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એકપણ નેતા નરેશ પટેલની આસપાસ ફરકતો દેખાયો નહોતો. રાતે અવસર ફાર્મમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ભાજપનો એકપણ નેતા હાજર નહોતો, જેની નોંધ સૌકોઈ પાટીદારોએ લીધી હતી.કયા કારણસર ભાજપના એકપણ નેતા હાજર નહોતા, એને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓની હાજરી નોંધનીય રીતે દેખાઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એકપણ નેતા પાટીદાર હોવાના નાતે પણ હાજર રહ્યો નહોતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નરેશ પટેલથી અંતર રાખવા માગતા હતા. સુરત ભાજપના નેતાઓ? ભાજપને પણ ખ્યાલ છે કે ખોડલધામનો કાર્યક્રમ એક પ્રકારનું શક્તિપ્રદર્શન બની રહેવાનું છે, તો કયા કારણસર સુરતના કાર્યક્રમમાં એકપણ ભાજપનો નેતા હાજર ન રહ્યો એ રાજકીય રીતે પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑