देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

નિયમની ઐસી કી તૈસી:ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, કલેકટર ઓફિસની અંદર પણ ભીડ બહાર પણ ભીડ, ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં

કલેકટર ઓફિસમાં ઉમેદવાર સાથે 10-10 લોકોના ટોળા કલેકટર ઓફિસ ખાતે ઉમટી પડ્યા અમદાવાદમાં બારોબાર મેન્ડેટની વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છેસરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે​​​​​​​.

Abhishek Raghuvanshi6 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અમદાવાદમાં બારોબાર મેન્ડેટની વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે
  • સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન

મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે​​​​​​​. ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પહેલા અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈ કોઈ માહોલ ન હતો. પરંતુ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ઉમેદવાર સાથે તેમના સમર્થકો કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. ફોર્મ ભરવા માટે ઉમેદવાર સાથે માત્ર બે કે ત્રણ લોકોની પરવાનગી છતાં 30થી વધુ લોકો સાથે ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ગયા છે. લોકોના ટોળા ભેગા થતા કલેકટર કચેરીના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માત્ર ઉમેદવારને જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે.

કોંગ્રેસના ઉમેદવારો પણ ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મોડા જાહેર થતા આજે સવારથી કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે બંને પક્ષ અને અપક્ષો સહિત અન્ય પાર્ટીના ઉમેદવાર પહોંચ્યા છે. લોકોના ટોળા બહાર જામ્યા છે. સામાન્ય વેપારીઓ કે લોકોને ત્યાં 2 લોકો ભેગા થાય તો સોશિયલ ડિસ્ટન્સના નામે પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી દે છે જો કે આજે કલેકટર ઓફિસમાં ગાઇડલાઇન ભંગના દ્રશ્યો ઉભા થયા છે ત્યારે શું ત્યાં નિયમો લાગુ નથી પડતા? સમર્થકો સાથે ભેગા થઈને આવેલા ઉમેદવાર કે લોકો સામે કાર્યવાહી કરશે?

तस्वीरों में खबर8 फोटो

અમદાવાદ સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જામી છે. રાજ્ય ચૂંટણીપંચની કોરોનાની ગાઈડલાઈન્સના પાલનની રાજકીય પક્ષોએ ઐસી કી તૈસી કરી નાખી છે. કલેકટર ઓફિસમાં ઉમેદવાર સાથે 10-10 લોકોનાં ટોળાં કલેકટર ઓફિસ ખાતે ઊમટી પડ્યાં છે. ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં જામ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર થતાં તેમજ અન્ય પક્ષના ઉમેદવાર પણ આવતાં આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી થઈ છે. કલેકટરની ચેમ્બરની બહાર જ લોકોનાં ટોળાં જોવા મળી રહ્યાં છે.

અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લાઈન લાગી હતી. સવારે 10 વાગ્યે ઉમેદવાર તેમના ટેકેદારો સાથે કલેકટર ઓફિસે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કલેકટર ઓફિસ બહાર જોવા મળી રહ્યા છે. સૈજપુર બોધા, ઠક્કરબાપાનગર ​​​અને ​​​​ઈન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવાર તેમજ AIMMના જમાલપુર વોર્ડના બે ઉમેદવાર એઝાઝ મકતમવાલા અને યુનુસ શેખ ઉમેદવારીપત્ર ભરવા કલેકટર ઓફિસે આવ્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ અને અસંતોષને પગલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. અમદાવાદમાં આ રીતે ટિકિટ-વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે. NSUIના કાર્યકતાઓને ટિકિટ ન અપાતાં આજે કોંગ્રેસ ઓફિસે વિરોધપ્રદર્શન કરવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ કર્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ નેતા દિનેશ શર્માને આ વખતે ચાંદખેડા વોર્ડમાંથી ઊભા રાખવામાં આવ્યા છે. રાજશ્રી કેસરી, કેતન દેસાઈ અને પ્રજ્ઞાબેન પટેલ ઉમેદવાર સાથે આજે બપોરે તેઓ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા જશે. હિંમતસિંહ પટેલના ઘરે રાત્રે 1:30 કલાકે માઇનોરિટી સમાજે હોબાળો મચાવ્યો હતો. સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન કરાયું છે, જ્યારે ગોમતીપુરમાં પણ કોંગ્રેસનો વિરોધ નોંધાયો છે, કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદમાં મોડી રાતે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત

વોર્ડઉમેદવાર
ચાંદખેડારાજશ્રી કેસરી, કેતન દેસાઇ, દિનેશ શર્મા,પ્રજ્ઞાબેન પટેલ
ઇન્દ્રપુરીપ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર
બોડકદેવનિમેષ કુમાર શાહ, વિરમ દેસાઇ, ચેતના શર્મા, જાનકી પટેલ
વેજલપુરમહેશ ઠાકોર, સુનીલ જિકાર
બાપુનગરજે.ડી. પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલ
બહેરામપુરાકમળાબેન ચાવડા, કમરુદ્દીન પઠાન
ઇસનપુરજાગેશ ઠાકોર, નૈમેષ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલ
લાભામેહુલ ભરવાડ, મનુ સોલંકી, હેતલબેન સડાત, સોનલ ઠાકોર
ઓઢવબૈરવાબેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા, વિષ્ણુ દેસાઇ

વિરોધના ડરે કોંગ્રેસ ભવનમાં 8 બાઉન્સરો મૂકવામાં આવ્યા
અમદાવાદના ઉમેદવાર જાહેર થતાં જ શહેર કોંગ્રેસમાં વિરોધ શરૂ થાય એના ડરને પગલે ગઈકાલથી જ કોંગ્રેસના પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે બાઉન્સરો મૂકવાની ફરજ પડી છે. વિરોધને પગલે બપોર બાદ બને દરવાજા પર બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. રજૂઆત કરવા આવતા કાર્યકરોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ સભા કે નેતા આવવાના હોઈ કાર્યકરોની જરૂર પડે છે ત્યારે આ જ કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવી રહ્યા છે. 8 જેટલા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.

મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

મોડી રાતે પોતાના ઉમેદવારને આજે ફોર્મ ભરવા આવવા જણાવ્યું
કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના 10 વોર્ડના 38 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. ઉમેદવારોની જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. સ્થાનિક વ્યક્તિ અને નેતાને જ ટિકિટ આપવામા આવે એવી માગ લઈને આવે એવા વિરોધના તેમજ તોડફોડના ડરે કોંગ્રેસ દ્વારા બાઉન્સરો મૂકી દેવાતાં કોંગ્રેસના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑