ધોધમાર વરસાદ:પાટણ જિલ્લામાં કડાકા ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, વીજળી પડતાં ત્રણ સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા
પાટણમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘ મહેર થતાં પાકમાં પ્રાણ ફૂંકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો.
- પાટણમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘ મહેર થતાં પાકમાં પ્રાણ ફૂંકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણમાં માત્ર એક જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાના કારણે શહેરની ત્રણ જેટલી સોસાયટીમાં શોર્ટ સર્કિટ થવાથી વીજ ઉપકરણો બળી ગયાની ઘટના બની છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
મોડી રાતે વીજળી પડવાની ઘટનાથી લોકો ભયમાં મુકાયા
પાટણમાં મોડી રાત્રે એકાએક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી વાળીનાથ ચોક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. જ્યારે સુભાષ ચોક ખાતે આવેલી પંક્ચરની દુકાનનું છાપરુ તૂટી ગયું હતું. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના કેટલાક ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. આસપાસની સોસાયટીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ સાપડી રહ્યાં છે. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના રહેવાસી ભાઈલાલ પટેલે જણાવ્યું છેકે, એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો અને થોડાવીરમાં વીજળીના એવા કડાકા થયા જે અત્યારસુધી જોયા ન હતા. મારા ઘરમાં ધાબા પર વીજળી ત્રાટકી અને ઘરમાં ઉતરી હતી. ઘરના પંખા, ફ્રીજ, ટીવી સહિત બધું જ બળી ગયું છે.
વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા હળવી થઇ
ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં પાટણ ,રાધનપુર, શંખેશ્વર,સિદ્ધપુર, સાંતલપુર,ચાણસ્મા હારીજ,સમી, સરસ્વતી, વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ પાટણ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીટીકપાસ ,રજકાબાજરી, મગ,અડદ, જુવાર સહિતના પાકોમાં પ્રાણ ફૂંકાયા છે.
પાટણ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
- રાધનપુર 61 મિ.મી.
- સરસ્વતી 55 મિ.મી.
- સમી. 53 મિ.મી.
- શંખેશ્વર 51 મિ.મી.
- પાટણ 50 મિ.મી.
- ચાણસ્મા 37 મિ.મી.
- સિદ્ધપુર 37 મિ.મી.
- સાંતલપુર 37 મિ.મી.
- હારીજ 27 મિ.મી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले