देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

દિવાળીમાં રાજકોટના પરિવારમાં માતમ:ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયા પહેલાં પુત્રીએ પિતા સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને…’ગીત પર વીડિયો બનાવ્યો’તો, બાદમાં પિતા-પુત્રી બન્ને તણાયાં

પિતા સાથે ખુશખુશાલ જોવા મળી રહેલી સોનલનો આ વીડિયો અંતિમ બન્યો.

Abhishek Raghuvanshi2 नवंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગઈકાલે સાંજે રાજકોટના કારિયા પરિવારના 3 સભ્ય નદીમાં તણાયા હતા
  • નાનીનો મૃતદેહ મળ્યો, પિતા-પુત્રી લાપતા, બંનેની શોધખોળ હાલ ચાલી રહી છે

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો રઘુવંશી પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં તણાતાં તેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાં કૂદ્યાં હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં મહિલાની લાશ મળી હતી. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

ગંગામાં તણાયા પહેલાં સોનલે પિતા અનિલભાઈ સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને…’ ગીત બનાવ્યું હતું, જેમાં સોનલ અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે અને એકબીજાને ભેટી પડે છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. દિવાળીના સમયે જ રાજકોટના કારિયા પરિવારમાં માતમ છવાયો છે.

तस्वीरों में खबर2 फोटो
તણાયા પહેલાં નદીકાંઠે સોનલે વીડિયો ઉતાર્યો હતો.નાની તરુલતાબેનનો મૃતદેહ મળ્યો (ડાબી બાજુથી પહેલી તસવીર), દોહિત્રી સોનલ (વચ્ચે) અને જમાઈ અનિલભાઈ (જમણી બાજુથી છેલ્લે) હજુ લાપતા.

અન્ય એક વીડિયોમાં સોનલ નદી પાસે ખુશખુશાલ જોવા મળી
સોનલ નદીમાં તણાઇ એ પહેલાં નદીકાંઠે જ ઊભી રહી બીજો એક વીડિયો બનાવ્યો હતો એ પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનલ ‘ક્યાં વઝાહ બતાઉ તુમ્હે ચાહને કી…બસ તુમ અચ્છે લગે ઔર ઇશ્ક હો ગયા’ ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે. આ બંને વીડિયો પરિવાર માટે ખુશીની ક્ષણનો અંતિમ વીડિયો બની જશે એવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય. વીડિયો બનાવ્યા બાદ થોડી ક્ષણોમાં જ પરિવારની તમામ ખુશીની ક્ષણો નદી તાણી જાય છે અને આ ક્ષણો અંતિમ બની જાય છે.

દિવાળીએ જ રાજકોટના પરિવાર પર આભ તૂટ્યું
શહેરના બજરંગવાડીમાં રહેતા રેવન્યુ વિભાગના કર્મચારી દિલીપભાઇ કારિયા, તેનાં પત્ની તરુલતાબેન, જમાઇ અનિલ, દોહિત્રી સોનલ સહિતના પરિવારના સભ્યો ઋષિકેશ ફરવા ગયાં હતાં, કારિયા પરિવાર સોમવારે સાંજે ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા ભીમચડ્ડામાં હતો ત્યારે સોનલ અનિલભાઇ નામની 18 વર્ષની યુવતી નદીમાં ઊતરી હતી. ગોઠણડૂબ પાણીમાં સોનલ નદીના પાણીનો આનંદ માણી રહી હતી, એ વખતે જ પાણીનો પ્રવાહ વધી જતાં સોનલ પાણીમાં તણાવા લાગી હતી.

દિલીપભાઈની સામે જ ત્રણ ત્રણ સભ્યો નદીમાં તણાયા
સોનલ તણાવા લાગતાં તેણે બૂમાબૂમ કરી હતી, જેનો અવાજ સાંભળી તેનાં નાની તરુલતાબેન દિલીપભાઇ કારિયાએ નદીમાં ઝંપલાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાની-ભાણેજ બંને તણાવા લાગ્યાં હતાં. નજર સામે જ પુત્રી અને સાસુ તણાવા લાગતાં સોનલના પિતા અનિલભાઇએ નદીમાં ઝંપલાવ્યું હતું અને પળવારમાં જ ત્રણેયને નદીનો પ્રવાહ દૂર સુધી ખેંચી ગયો હતો. નદીના કાંઠે ઊભેલા દિલીપભાઇ કારિયા અને તેની પુત્રી ચીસો પાડવા લાગ્યાં હતાં. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

રાજકોટ શહેર ભાજપ-પ્રમુખે વ્યવસ્થા કરાવી
રાજકોટના રઘુવંશી પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં તણાયાની ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણીએ દિલીપભાઇ કારિયાનો સંપર્ક શોધી તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ઋષિકેશમાં તેમને તમામ મદદ મળી રહે એવી વ્યવસ્થા પણ કરી અપાવી હતી. કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે દિલીપભાઇ સાથે વાત થયા મુજબ તેમનાં પત્ની તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑