देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

દિલ્હીની કેજરીવાલ સરકારની નકલ કરી સરકારી અંગ્રેજી મીડિયમની સ્કૂલો વધારવા ગુજરાત સરકારનો પ્રોજેક્ટ

ભૂપેન્દ્ર પટેલની સરકારના 100 દિવસના ટાસ્કમાં શિક્ષણમંત્રીને આપેલો મહત્ત્વનો પ્રોજેક્ટશિક્ષણ વિભાગે અંતરિયાળ વિસ્તારોમાં ફાસ્ટટ્રેકમાં સર્વે શરૂ કર્યો100થી વધુ અંગ્રેજી મીડિયમની સરકારી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ વિભાગ સક્રિય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીનો ડર છે.

Abhishek Raghuvanshi4 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ભૂપેન્દ્ર પટેલની સરકારના 100 દિવસના ટાસ્કમાં શિક્ષણમંત્રીને આપેલો મહત્ત્વનો પ્રોજેક્ટ
  • શિક્ષણ વિભાગે અંતરિયાળ વિસ્તારોમાં ફાસ્ટટ્રેકમાં સર્વે શરૂ કર્યો
  • 100થી વધુ અંગ્રેજી મીડિયમની સરકારી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ વિભાગ સક્રિય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીનો ડર છે. ત્યારે હવે ગુજરાત સરકાર દિલ્હીની AAP સરકારની નકલ કરવા લાગી છે, જેમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારે જેમ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધે એ માટે જે યોજનાઓ અમલમાં મૂકી હતી એવી જ યોજનાઓ ગુજરાત સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે.

અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, જેઓ મોંઘીદાટ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણી શકતા નથી તેમને હવે આ જ પ્રકારે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવતી સરકારી શાળાઓમાં ભણવાની તક મળે એવા પ્રયત્નો ગુજરાત સરકાર કરી રહી છે. રાજ્યની પટેલ સરકારના 100 દિવસના પ્રોજેકટ અંતર્ગત 100 અંગ્રેજી મીડિયમની શાળાઓ ગુજરાત સરકાર શરૂ કરશે અને ખાસ કરીને એવાં શહેરો તથા જિલ્લા, જ્યાં મોટી અંગ્રેજી મીડિયમ સ્કૂલો અને અભ્યાસનું કલ્ચર નથી. અંતરિયાળ વિસ્તારમાં આવી શાળાઓ ખોલવામાં આવશે, જેથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ થશે.

तस्वीरों में खबर2 फोटो
રાજ્યમાં હાલ 33 હજાર જેટલી સરકારી શાળા છે, જેમાં 98% તો માત્ર ગુજરાતી મીડિયમની છે ( પ્રતીકાત્મક તસવીર).રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ વિભાગે સ્કૂલો માટે સરવે શરૂ કર્યો ( પ્રતિકાત્મક તસવીર)

અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા સરકારને દરખાસ્ત મળી
વિવિધ જિલ્લા સ્તરેથી પણ આ પ્રકારની સરકારી અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મળી છે, જેથી સરકાર પણ હવે મોટે પાયે સરકારી સ્કૂલોની જે ઈમેજ છે એ બદલવા જઈ રહી છે. રાજ્યમાં હાલ 33 હજાર જેટલી સરકારી શાળાઓ છે, જેમાં 98% તો માત્ર ગુજરાતી મીડિયમની છે, જ્યારે સ્થાનિક કોર્પોરેશન આ પ્રકારે અંગ્રેજી મીડિયમની શાળાઓ ચલાવે છે, પણ એ અત્યંત મર્યાદિત જ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત મહાપાલિકા 106 અંગ્રેજી મીડિયમની શાળાઓ ચલાવે છે.

યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવા મોટો પડકાર
રાજ્ય સરકાર વિવિધ જીલ્લા તથા તાલુકા શાળામાં હાલ જે સ્કુલો ચાલે છે. ત્યાં જ તેનું અંગ્રેજી મીડિયમમાં રૂપાંતર કરશે અને તે મુજબ નવા શિક્ષકોની ભરતી કરશે તથા તે મુજબનું ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારશે. રાજયના અલગ અલગ જીલ્લાઓમાંથી આ પ્રકારની શાળાઓ માટે માંગ આવી છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જીલ્લાની માંગ છે જ્યાં 12 શાળાઓ અંગ્રેજી મીડિયમ માટે જરૂરી હોવાનું જણાવ્યું છે. મહેસાણામાં સાત, ડાંગમાં છ સ્કુલોની માંગ છે. અંતરિયાળ જિલ્લા અને તાલુકામાં અંગ્રેજી મીડીયમની સરકારી શાળાઓ તો શરૂ કરે પણ ત્યાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવા મોટો પડકાર છે.

ચૂંટણીમાં ‘AAP’ની બોલતી બંધ કરી મત મેળવવાની રણનીતિ
સરકારી શિક્ષકોની નોકરીમાં વળતર સારું છે, પણ સરકાર હાલ કોન્ટ્રેકટ ધોરણે શિક્ષકોને રાખવા માગે છે, જે મળશે કે કેમ એ પ્રશ્ન છે. રાજ્ય સરકાર એક તીરમાં બે શિકાર જેવી નીતિ અપનાવવા જઈ રહી છે, જેમાં કોવિડથી મુશ્કેલીમાં મુકાયેલા ઈંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સના મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ જે રીતે ડ્રોપઆઉટ થયા છે તેમને ફરી શિક્ષણમાં જોડવાનો છે. તેમને સામાન્ય ફીથી ઈંગ્લિશ મીડિયમનું શિક્ષણ મળે, આની સાથે દિલ્હીની AAP સરકારે અપનાવેલા સરકારી શિક્ષણના મોડલની નકલ કરી આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બોલતી બંધ કરી મત મેળવવાની પણ વ્યૂહરચના છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑