દાદાની સર્જરી થશે:સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક, આજે 2 સ્ટેન્ટ મૂકાશે; 2 જાન્યુઆરીએ એક સ્ટેન્ટ મુકાયું હતું
સૌરવ ગાંગુલીએ એન્જિયોપ્લાસ્ટી સર્જરી પછીના 25મા દિવસે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તરત જ તેમને અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે. તેમણે બુધવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તાત્કાલિક અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે તેમના બ્લોકેજને દૂર કરવા માટે 2 સ્ટેન્ટ મૂકવામાં આવશે. અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે એક સ્ટેન્ટ મુકાયું હતું.
મેડિકલ હિસ્ટ્રી
અપોલો હોસ્પિટલે બુધવારે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, 2 જાન્યુઆરી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમની ત્રણ નળી બ્લોક હતી. ડોક્ટર દેવી શેટ્ટી સહિતની એક્સપર્ટની ટીમે એક સ્ટેન્ટ મુકાયું હતું. તેમજ સલાહ આપી હતી કે બીજા બે બ્લોકેજ માટે સ્ટૅન્ટિંગ 2-3 અઠવાડિયા પછી કરવામાં આવે. ગઈકાલે એન્જિયોપ્લાસ્ટી સર્જરી પછીનો 25મો દિવસ હતો. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તરત જ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને 28મી જાન્યુઆરીએ (આજે ) ડોક્ટર આફતાબ ખાન બાકીના બે સ્ટેન્ટ મૂકશે. તેઓ ડોક્ટર શેટીની હાજરીમાં ઓપરેટ કરશે.
ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીએ હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી. તેમના હૃદયમાં 3 બ્લોકેજ હતા. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હોસ્પિટલ જઈ ગાંગુલીના ખબરઅંતર પૂછ્યા હતા.
જિમમાં ચક્કર આવતાં હોસ્પિટલ ગયા હતા દાદા
ક્રિકેટ જર્નલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે 2 જાન્યુઆરીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. એ પછી તેઓ વૂડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા, જ્યાં ખબર પડી કે હાર્ટ-અટેક આવ્યો હતો. ડોકટર સરોજ મંદોલની આગેવાનીમાં ત્રણ ડોકટર્સની ટીમે તેમની સારવાર કરી હતી.
PM મોદીએ કરી હતી પરિવાર સાથે વાત
ગઈ વખતે ગાંગુલીની તબિયત બગડી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંગુલીની પત્ની ડોના સાથે વાત કરી હતી અને ગાંગુલીના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. એ પહેલાં હોમ મિનિસ્ટર અમિત શાહે પણ ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા.
ગાંગુલીએ કહ્યું હતું, બોડી જે રીતે રિએક્ટ કરશે એમ કરશે
ગાંગુલીને 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ આરામ લેવાના સવાલ પર તેણે મીડિયાને કહ્યું હતું કે બોડી જેમ રિએક્ટ કરશે એમ કરશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले